મૃત્યુ પામનારાના પરિવારને ૯૦.૫ લાખના વળતરનો હુકમ

0
29
Share
Share

ડ્રાયવરની બેદરકારીને લીધે પ્રવિણ ચૌધરી મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે વાહન ડિવાઈડર સાથે અથડાતાં મોત થયું હતું

મુંબઈ, તા. ૨

અકસ્માતમાં મોતને ભેટનારા એક ન્યૂઝપેપર એજન્ટના પરિવારજનોને તેના મોતના છ વર્ષ બાદ હવે ૯૦.૫ લાખ રુપિયાનું વળતર આપવા મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યૂન(એમએસીટી)એ આદેશ કર્યો છે. મૃતક શિરડીથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે તેઓ જે વાહનમાં સવાર હતા, તેના ડ્રાઈવરે બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરતાં વાહન ડિવાઈડરને અથડાયું હતું, અને તેના કારણે થયેલી ઈજાઓથી મૃતક ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.

મૃતક પ્રવીણ ચૌધરી મહિને ત્રીસ હજાર રુપિયા જેટલી આવક ધરાવતા હતા. એટલું જ નહીં, તેઓ પોતાના પરિવારમાં કમાનારા એકમાત્ર વ્યક્તિ હતા. જેને ધ્યાનમાં કોર્ટે તેમના પત્ની, બે બાળકો અને વૃદ્ધ માતાને ૯૦.૫ લાખ રુપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ વળતર તેઓ જે વાહનમાં સવાર હતા તેની માલિકી ધરાવતી ટ્રાવેલ એજન્સી અને વીમા કંપની રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડે ચૂકવવાનું રહેશે. આ જ વાહનમાં એક એમબીબીએસ સ્ટૂડન્ટ પણ સવાર હતી, જેના અકસ્માતમાં ચાર દાંત પડી ગયા હતા અને કેટલીક સામાન્ય ઈજા થઈ હતી. આ સ્ટૂડન્ટને અકસ્માતને કારણે અભ્યાસમાં એક વર્ષનો ડ્રોપ લેવો પડ્યો હતો. તેને પણ કોર્ટે ૧૩.૫ લાખ રુપિયા વળતર પેટે આપવા માટે આદેશ કર્યો હતો. કોર્ટમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેને અકસ્માત બાદ ત્રણ લાખના ખર્ચે તેને આર્ટિફિશિયલ દાંત નખાવવા પડ્યા હતા. શરીર પર થયેલા ઈજાના નિશાનને દૂર કરાવવા સર્જરી કરાવવી પડી હતી. આ ઉપરાંત, તેને અકસ્માતને કારણે એક વર્ષનો ડ્રોપ લેવો પડ્યો હતો અને તેના કારણે તેને જે નુક્સાન થયું છે તે ભરપાઈ કરી આપવામાં આવે. આમ, આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખતા કોર્ટે તેને ૧૩.૫ લાખ રુપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. છોકરીએ કોર્ટમાં પોતાની બારમા ધોરણની માર્કશીટ પણ બતાવી હતી, જેમાં તે ૨૦૧૫માં પાસ થઈ હોવાનો ઉલ્લેખ હતો, જ્યારે એમબીબીએસનું પહેલું વર્ષ તે ૨૦૧૮માં પૂરું કરી શકી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here