મૂન્દ્રાઃ એટીએમ કાર્ડ ઝુટવી ૫૭ હજારની ઠગાઈ આચરનાર બેલડી ઝડપાઈ

0
27
Share
Share

ભુજ, તા.૧૬

મુન્દ્રામાં ગત ૧૧મીના એટીએમમાં રુપિયા ઉપાડવા જનાર પર પ્રાંતિય સાથે એટીએમ કાર્ડ તથા નંબર મેળવીને ખાતામાંથી રુપિયા ૪૦,૦૦૦ રોકડ અને ૧૭,૦૦૦ રુપિયાનો મોબાઈલ ખરીદી કુલ્લ ૫૭,૦૦૦ રુપિયાની ઠગાઈ કરવાના કેસમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુળ બિહારના અને ગાંધીધામ કાર્ગો ઝુપડ પટ્ટીમાં રહેતા બે શખ્સોને મુદામાલ સાથે દબોચી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના નાના કપાયા ખાતે રહેતા મુળ બિહારના પંકજકુમાર શ્રીરામ મંડલ સાથે ગત ૧૧ મેના બપોરે મુન્દ્રા જીરો પોઇન્ટ ખાતે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ ભોગબનાર પોતાના ભાઈનું એટીએમ કાર્ડ લઇ નાણાં વિડ્રો કરવા ગયો હતો. બે અજાણ્યા યુવાને તેને વિશ્વાસમાં લીધો હતો અને બીજા એટીએમમાંથી પૈસા કઢાવી આપું કહી બસ સ્ટેન્ડ નજીકના એક્સીસ બેંકના એટીએમમાં લઇ આવ્યા હતા. ત્યાં આરોપીઓએ ફરિયાદીના એટીએમ નંબર જાણી કાર્ડ ઝૂંટવી નાસી ગયા હતા. અને ફરિયાદીના ખાતામાંથી ૪૦,૦૦૦ રોકડ અને ૧૭ હજારનો મોબાઇલ ખરીદ કર્યો હતો. આ કેસમાં એલસીબીએ બાતમીના આધારે બારોઇ રોડ પરથી ગોપાલ શાહ અજુર્ન શાહ (ઉ.વ.૩૫) રહે ગાંધીધામ કાર્ગો ઝુપડ પટ્ટી, મુળ બિહાર તેમજ રાજકુમાર નંદકિશોર પાસવાન (ઉ.વ.૩૦) રહે. મુળ બિહાર હાલ ગાંધીધામ કાર્ગો ઝુપડ પટ્ટીવાળા બે શખ્સને દબોચી લીધા હતા. આગળની કાર્યવાહી માટે મુદામાલ સાથે મુન્દ્રા પોલીસને સોંપ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here