મુળીઃ રાણીપાટમાં આધેડની હત્યાના પાંચ આરોપી ઝડપાયા

0
28
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૪

મૂળીનાં રાણીપાટ ગામે રહેતા અને પશુપાલન તેમજ ખાખરાથળ પાંજરાપોળનાં વિડનું રખોપુ કરતા ઉકાભાઇ ભગાભાઇ રબારી ગત મંગળવારે સાંજનાં સમયે વીડથી ધરે જઇ રહ્યા હતા ત્યારે ખીમાભાઇ સોમાભાઇ સાંબડ, છેલાભાઇ દેવાયતભાઇ રબારી, લાલાભાઇ દેવાયતભાઇ રબારી, જીવણભાઇ ખીમાભાઇ રબારી, હકાભાઇ ખીમાભાઇ રબારી તેમજ ભીમશીભાઇ રત્નાભાઇ રબારી રહે તમામ ખાખરાથળવાળાએ પશુ વીડ બહાર કાઢવાનું દુઃખ રાખી ધારીયુ, ફરસી તેમજ લાકડી જેવા હથિયારથી હુમલો કરતાં ઉકાભાઇનું મોત નીપજ્યું હતું. ત્યારે મંગળવારે મૂળી પી એસ આઇ ડી.જે. ઝાલા, વિશુભા પરમાર, રોહિતભાઇ રાઠોડે બાતમીના આધારે ખીમાભાઇ, સેલાભાઇ, લાલાભાઇ, જીવણભાઇ તેમજ રામશીભાઇ રબારીની વગડીયાથી ભવાનીગઢ તરફ જતાં માનપર પાસે પકડી લીધા હતાં. જ્યારે અન્ય એક આરોપી ભીમશીભાઇ રબારીને પકડવા તપાસ હાથ ધરાઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here