મુલાયમસિંહ યાદવે કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ પહોંચ્યા ઘરે

0
21
Share
Share

લખનઉ,તા.૨૬

મુલાયમસિંહ યાદવ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઇ ગયા છે. મેદાંતા હોસ્પિટલમાં તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા, જોકે તેઓ હવે સ્વસ્થ છે અને પોતાના ઘરે પરત ફર્યા છે. તેમના પુત્ર અખિલેશ યાદવે ફોટો શેર કરીને માહિતી આપી હતી. સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે હોસ્પિટલમાંથી એક ફોટો શેર કરી હતી અને તે બાદ લોકોએ તેમના સ્વસ્થ્ય થવાની પ્રાથના કરી હતી.

હવે મુલાયમસિંહ યાદવ કોરોનામુક્ત થયા છે અને પોતાના ઘરે પરત ફર્યા છે. મેદાંતા હોસ્પિટલમાં બે અઠવાડિયા કરતા વધુ સમય સુધી સારવાર લીધા બાદ તેઓ ઘરે પરત ફર્યો છે. તેમના ઘરે પરત આવ્યા બાદ સપા સમર્થકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી છે. ઉત્તર પ્રદેશની સાત વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે

અને તેમાં મુલાયમસિંહ યાદવને અખિલેશ યાદવે પાર્ટીનો સ્ટાર પ્રચારક બનાવ્યો છે. મુલાયમસિંહ યાદવની સાથે, તેમની પત્ની સાધના ગુપ્તાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેમનામાં કોરોનાના લક્ષણો ઓછા હતા. ત્યારે તેમની સારવાર ઘરે ચાલી રહી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here