મુન્શી પ્રેમચંદ માટે શબ્દો ઓછા

0
26
Share
Share

હિન્દી સાહિત્ય અથવા તો ઉપન્યાસના સમ્રાટ ગણાતા મુન્શી પ્રેમચંદની ઓળખ આપવાની કોઇ જરૂર નથી. હિન્દી સાહિત્યના સમ્રાટના જન્મદિવસે આજે દેશના લોકોએ તેમને ફરી એકવાર યાદ કર્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુન્શી પ્રેમચંદને સાહિત્ય પ્રેમીઓ અને વાંચના રશિયા કરોડો લોકો ક્યારેય ભુલી શકે નહીં. તેમની રચનાઓથી આજે પણ સાહિત્યકારો બોધપાઠ અને પ્રેરણા લઇને આગળ વધી રહ્યા છે. તેમનુ નામ આવતાની સાથે જ તેમના એકપછી એક ઉપન્યાસ લોકોના દિલોદિમાગમાં આવી જાય છે. મુન્શી પ્રેમચંદનો જન્મ ૩૧મી જુલાઇ ૧૮૮૦ના દિવસે વારાણશીના લમહી ગામમાં થયો હતો. મુન્શી પ્રેમચંદે હિન્દી સાહિત્યના ખજાનાને આશરે એક ડઝન ઉપન્યાસ અને આશરે ૨૫૦ લધુ કથાઓ આપી છે. બાળપણમાં તેમનુ નામ ધનપત રાય શ્રીવાસ્તવ હતુ. આજે મુન્શી પ્રેમચંદ વગર તો હિન્દીની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. પરંતુ લેખનની શરૂઆત પ્રેમચંદે ઉર્દુમાં કરી હતી. તે ખુ ઓછા લોકો જાણે છે. તેમની પ્રથમ ઉપન્યાસ ઉર્દુમાં આવી હતી. મુન્શીએ સોજ એ વતન નામની પટકથા પણ લખી હતી. જેને અભૂતપૂર્વ લોકપ્રિયતા મળી હતી. મુન્શી પ્રેમચંદ અંગે માહિતી ધરાવતા લોકો સારી રીતે જાણે છે કે જ્યારે તેઓ નવ વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન ૧૫ વર્ષની શિવરાની સાથે થઇ ગયા હતા. શિવરાની દેવી બાળ વિધવા થઇ ગઇ હતી. એ ગાળામાં કોઇ બાળ વિધવા સાથે લગ્ન કરવાની બાબત પણ ખુબ સાહસની વાત ગણાતી હતી. ૨૦ રૂપિયાની નોકરી મુન્શી પ્રેંમચંદ કરતા હતા. વર્ષ ૧૯૦૦ની સાલમાં પ્રેમચંદને ૨૦ રૂપિયા પ્રતિ મહિને પગાર પર બહરાઇચની સરકારી સ્કુલમાં સહાયક શિક્ષક તરીકે નોકરી મળી ગઇ હતી. ત્યારબાદ તેમની બદલી પ્રતાપગઢ કરી દેવામાં આવી હતી. આવી રીતે શિક્ષક તરીકે તેઓ સક્રિય રહ્યા હતા. વર્ષ ૧૯૦૭માં પ્રેમચંદની બદલી મહોબામાં કરવામાં આવી હતી. ત્યાં બ્રિટીશ સરકારનુ ધ્યાન સોજ એ વતન પર ગયુ હતુ. આની સાથે જ અંગ્રેજોએ આ પુસ્તકને દેશદ્રોહી જાહેર કરીને તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો. ત્યારબાદ હમીરપુરના કલેક્ટરે ધનપતરાયની સામે તેની પ્રતિકૃતિ સળગાવી દીધી હતી. તેમ છતાં મુન્શી પ્રેમચંદ પર તેની કોઇ અસર થઇ ન હતી. તેઓ સતત લખવામાં વ્યસ્ત રહ્યા હતા. ઉપન્યાસ હોય કે પછી વાર્તા હોય પ્રેમચંદની રચના ગરીબ, શોષિત અને સમાજના વંચિત, શોષિત વર્ગ માટે રહેતી હતી. પોતાની વાર્તા મારફતે મુન્શીએ સમાજના ધન્નાશેઠ પર પ્રહારો કર્યા હતા. તેઓએ ગરીબોની તકલીફને સરળ રીતે રજૂ કરી હતી. તેમના ઉપન્યાસ ગોદાન તો આજે પણ સામાજિક વ્યવસ્થા માટે પ્રાસંગિક છે. હોરીથી લઇને હલ્કુ સુધી પ્રેમચંદે ખેડુતોની સ્થિતીને પણ હમેંશા પોતાની રચનામાં ઉલ્લેખનીય રીતે રજૂ કરી હતી. તેમની રચનામાં મહિલાઓની શક્તિ પણ જોઇ શકાય છે. તેમની રચના વાસ્તવમાં સમાજના અરીસા તરીકે છે. પુસ કી રાત, નમક કા દરોગા, સવા સેર ગેંહુ, મંત્ર, દો બેલોની કથા જેવી તમામ વાર્તામાં તેઓએ જમીનદારી, ખેડુતો, ગરીબી, ભ્રષ્ટાચારને રજૂ કરવામાં ભૂમિકા અદા કરી હતી. તેમની રચના આજે પણ જીવંત છે. બની રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here