મુન્દ્રામાંથી બોગસ તબીબ ઝડપાયો

0
21
Share
Share

ભુજ, તા.૨૧

પશ્ચિમ કચ્છ-ભુજ એસઓજીનાં સ્ટાફના માણસો મુંદ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ સચોટ બાતમીને આધારે વર્ક આઉટ કરી ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેકટીસ કરતા સુર્યપ્રકાશ જયસિંગની ફરીયાદ હાલ મહાવીરે રેસીડેન્સી પૂર્વી પાર્ક નાના કપાયાને એલોપેથીક દવા તથા ઈન્જેકશનના કિ.રૂા.૧૭૧૧૪૨૨ ના જથ્થા સાથે પકડી પાડી જે અન્વયે માંડવી તાલુકા હેલ્થ ઓફીસર ડો.કૈલાશપતિ પાસવાને પકડાયેલ વ્યકિત વિરૂઘ્ધ ફરિયાદ આપતા તેની વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

માણાવદર : એક વર્ષ પૂર્વે બે કારખાનામાં ચોરી કરનાર બેલડી ઝડપાઈ

માણાવદરમાં એક વર્ષ પહેલા રાતે મિતડી રોડ ઉપર આવેલ માર્શલ કોટન એન્ડ જય પ્રોટીન ઓઈલ મિલમાં ૩,૪૮૦૦૦ અને વિરલ ઈન્ડસ્ટ્રીઝ અને રોયલ ઈન્ડસ્ટ્રીઝમાં એક લાખની ચોરીની ફરિયાદ નોંધાય હતી જે અંગે જૂનાગઢ એલસીબી એ અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા અને બે આરોપીઓ ફરાર હતા તેને જેસાવાડાની પોલીસે ઝડપી લઈને માણાવદર પોલીસને સોંપેલ ઝડપાયેલા આરોપીઓ અમરા ઉર્ફે અમરસીંગ, જેસીંગ હીતભાઈ ડામોરને માણાવદર પીએસઆઈ પી.વી.ધોકડીયા અને પોલીસ સ્ટાફના સુરેશભાઈ ગરચર અને કરમણભાઈ ચાવડા દ્વારા બન્ને આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here