મુખ્ય પ્રધાન નીતીશ કુમાર જ હશે, તેમાં કોઇ શંકા નથીઃ સુશીલ મોદી

0
26
Share
Share

પટના,તા.૧૧

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને ઝળહળતા વિજય મળ્યા બાદ રાજ્યના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પહેલીવાર મીડિયાની સામે આવ્યાં છે. એનડીએની જીત માટે તેમણે બિહારની જનતાનો આભાર માન્ય સાથે જ આરજેડી પર જનતાને વિશ્વાસ નથી તેમ કહ્યું. તેમણે આગળ કહ્યું કે આરજેડી ગમે તેટલા ઢાંકપિછોડો કરે, પરંતુ બિહારની જનતા તેમના શાસનકાળને ક્યારે નહીં ભૂલે. ચૂંટણી ટાણે જ તેમના પરિવારના લોકો દરમાંથી બહાર આવી ગયા.

નીતીશ ફરીથી રાજ્યના મુખ્ય પ્રધાન બનશે એવા સવાલ પર સુશીલ મોદીએ જણાવ્યું કે સીએમ ફરીથી નીતીશ કુમાર જ બનશે, તેમના નામ પર સંશય નથી. અમે પહેલા જ જાહેરાત કરી હતી કે નીતીશ કુમારની ફરી તાજપોશી થશે. તેમના નામ પર જ અમે ચૂંટણી લડીશું. આ જીતમાં જીતનરામ માંઝી અને મુકેશ સહનીની પણ એટલી જ મોટી ભૂમિકા રહી છે જેટલી બીજેપી અને જેડીયુની છે.

ચૂંટણીમાં બળવાખોર ધારાસભ્યો વિશે સુશીલ મોદી કહ્યું કે એલજેપીએ તેમને ટીકીટ ન આપી હોત તો તેઓ બીજા કોઇ પક્ષની ટીકીટ પર લડ્યાં હોત. દરેક ચૂંટણીમાં આવા લોકો તૈયાર થઇ જાય છે. બીજેપી અને જેડીયૂમાં કોઇ મૂંઝવણ નથી. બિહારના લોકોએ વિકાસના કામને લઇને મત આપ્યાં છે. જનતા નોકરીની ખોટી લાલચમાં આવી નહીં. માલે અને ઓવૈસીને બિહારમાં આરજેડીએ ફરી જીવિત કરી નાખ્યાં છે. અમારા પંદર વર્ષના કાર્યકાળમાં બિહારમાં એકપણ નરસંહાર નથી થયો. ૨૦૦૫થી પહેલાના દિવસો યાદ કરી લોકો આજે પણ કાંપી ઉઠે છે.

નીતીશ કુમાર સરકાર ચલાવામાં સહજ અનુભવ કરશે તેના પર તેમણે કહ્યું કે નીતીશ કુમાર પર અમારી પાર્ટીનો કોઇ દબાવ નથી. તેઓ પહેલાની જેમ જ સરકાર ચલાવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here