મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની નવી ટુરીઝમ પોલિસી કરી જાહેર

0
16
Share
Share

ગાંધીનગર,તા.૧૨
મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ મળે તે માટેના સરકારના પ્રયાસો અંગેની વાત કરી છે. રુપાણીએ ૧ જાન્યુઆરી ૨૦૨૧થી ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધી નવી પ્રવાસન નીતિ અમલમાં રહેશે, આ નીતિમાં મોટા રોકાણકારોને આકર્ષવા માટે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બોર્ડર ટુરિઝમ સહિત રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રોમાં વિકાસ માટે રોકાણકારોને આકર્ષિત કરવા માટે નવી નીતિઓ તૈયાર કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. જે રીતે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યા છે તેને વધારે વિકસિત કરવા માટેના પ્લાન વિશે પણ તેમણે ચર્ચા કરી છે. સીએમ રુપાણીએ રાજ્યમાં વિકસિત થયેલા નવા પ્રવાસન ક્ષેત્રો જેવા કે, ગિરનાર રોપવે, સી-પ્લેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત હેરિટેજ સાઈટ છે તેનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે.
આ સિવાય સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો છે તેનો પણ વધારે વિકાસ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. ગુજરાતમાં દ્વારકા પાસે આવેલો શિવરાજપુર બીચ, કે જેને બ્લુ ફ્લેગ બીચ નામ મળ્યું છે ત્યાં વધારે પ્રવાસીઓ આવે તે માટે બીચને વિકસિત કરવાનું સરકારનું આયોજન છે. રુપાણીએ રાજ્યમાં નવા પ્રવાસન ક્ષેત્રો વિકસિત કરવાની અને જે છે તેને વધારે વિકસિત કરવાની વાત કરીને તેમણે રાજ્યમાં પ્રવાસનની સાથે દારૂબંધી ઉઠાવી લેવાની જે ચર્ચા ચાલતી હતી તેના પર તેમણે પૂર્ણ વિરામ મૂકી દીધો છે. મુખ્યમંત્રી રુપાણીએ કહ્યું કે,
રાજ્યમાં દારૂબંધી હટાવવાનો કે તેને હળવી કરવાનો સરકારનો કોઈ જ ઈરાદો નથી. ૧ જાન્યુઆરી ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની નવી પ્રવાસન નીતિની અમલમાં મૂકીને મુખ્યમંત્રીએ કહ્યું કે તેનાથી પ્રવાસીઓ આવશે તો જીડીપીમાં વધારો થશે અને રોજગાર પણ ઉપલબ્ધ થશે. હોટલો, થીમ પાર્ક કે મનોરંજન પાર્ક, કન્વેન્શન સેન્ટર, એનએબીએચ દ્વારા માન્યતા પ્રાપ્ત વેલનેસ રિસોર્ટ એટલે કે સુખાકારી સ્થળ વગેરેના વિકાસમાં રોકાણકારોને આકર્ષવા માટે નવી નીતિમાં મોટી જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં ઈન્સ્ટેન્ટિવ અને ભાડાપેટે જમીન આપવાની પણ જોગવાઈઓ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here