મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને મળતો સારો પ્રતિસાદઃ મહિલાઓનું ગૃપ બનાવવા અનુરોધ

0
18
Share
Share

આજ દિન સુધીમાં ૩૬૫ જેટલા જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપની રચનાઃ ૧૬ જેટલા જુથને બેંક દ્વારા ધિરાણ આપવામાં આવેલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નો ડાયરેક્ટ લાભ લોકો સુધી પહોંચે તે અર્થે વોર્ડ વાઇઝ ફરજ બજાવતા ઉઅઢ-ગઞકખ સમાજ સંગઠકો દ્વારા આજ દિન સુધીમાં ૩૬૫ જેટલા જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપની રચના કરવામાં આવેલ છે. જે પૈકી ૧૬ જેટલા જુથને બેંક દ્વારા ધિરાણ આપવામાં આવેલ છે.
હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ૦૯/૦૧/૨૧ શનિવાર તથા ૧૦/૦૧/૨૧ રવિવારનાં રોજ યોજનાનો વધુમાં વધુ લોકોને લાભ મળી તે માટે લોકસપંર્ક કરવામાં આવેલ તથા જુથ રચના માટે જરુરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવામાં આવેલ છે. તેમજ શહેરની વધુમાં વધુ બહેનોને આ યોજનાનો લાભ મળે તે માટે તમામ રસ ધરાવતા બેહેનોને અમારી શાખામાં સપંર્ક કરવા અનુરોધ કરાયો છે.
મહિલાઓમાં નિયમિત બચત કરવાની આદત કેળવાય તેમજ તેઓ નાણાકીય સધ્ધર અને આત્મનિર્ભર થાય તેવા શુભાશય સાથે મહિલાઓને આર્થિક ઉપાજર્નની પ્રવૃત્તી સાથે જોડી સ્વાવલંબી / આત્મનિર્ભર બનાવવા માટે રાજય સરકાર દ્વારા મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજકોટ શહેરનાં ૧૮ વોર્ડ પૈકી કોઇ પણ ૧૦ બહેનોનું જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપ બનાવવાનું રહેશે. અને ત્યાર બાદ બેંક મારફત વ્યાજ રહીત રકમ રુ, ૧.૦૦ લાખનું ધિરાણ આપવામાં આવે છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here