મુખ્યમંત્રી દ્વારા અમેરિકાના અગ્રણી ઉદ્યોગકારોને સંબોધન

0
16
Share
Share

ફોરમમાં યુ.એસ.એ,ભારતના મોટા ગજાના ઊદ્યોગકારો, પ્રતિષ્ઠિત ગણમાન્ય લોકોએ ભાગીદારીની ચર્ચા કરી હતી

ગાંધીનગર,તા.૪

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં વધુ એક ગૌરવ સન્માન ઉમેરાયું છે. યુ.એસ. ઇન્ડીયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમની (યુએસઆઇએસપીએફ)ની ત્રીજી વાર્ષિક શિખર પરિષદમાં ભારતના રાજ્યોમાંથી એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સમિટના વિશેષ પબ્લીક સેશનમાં સંબોધન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ફોરમમાં યુ.એસ.એ.ના મોટા ગજાના વેપાર-ઊદ્યોગકારો, પ્રતિષ્ઠિત ગણમાન્ય લોકો તેમજ ભારતના ઊદ્યોગ-વેપાર-વાણિજ્ય ક્ષેત્રના ખ્યાતનામ લોકો સાથે મળીને પરસ્પરના રાજ્યોમાં વેપાર-ઊદ્યોગ ઉત્પાદન એકમોની ભાગીદારી અંગે સમૂહમાં ચર્ચા-વિચારણા કરતા હોય છે. ગુજરાતની બે દાયકાની સતત અવિરત સર્વગ્રાહી વિકાસ યાત્રા, ઔદ્યોગિક પ્રગતિ અને મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓથી આકર્ષિત થઇ દેશના રાજ્યોના મુખ્યમંત્રી પૈકી એકમાત્ર ગુજરાતના વિજય રૂપાણીને આ સમિટના વિશેષ પબ્લીક સેશનમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધનનું આમંત્રણ અપાયું હતું. તા.૩૧મી ઓગસ્ટથી શરૂ થયેલા નેવીગેટિંગ ન્યૂ ચેલેન્જીસ વિષયક આ પાંચ દિવસીય સમિટમાં મુખ્યમંત્રીએ ગુરૂવારે મોડી સાંજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રભાવક સંબોધનમાં ગુજરાતમાં રોકાણની તકો-ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત અંગે વિસ્તૃત અને છટાદાર પ્રસ્તુતિ કરી હતી. કોરોના વૈશ્વિક મહામારી પછીની સ્થિતીમાં વિશ્વમાં વિકાસ અને સમૃદ્ધિની તકોમાં ઇન્ડીયા-યુ.એસ પાર્ટનરશીપની ભૂમિકા-થીમ સાથે આ સમિટ યોજાઇ રહી છે.  પ્રવર્તમાન સ્થિતીમાં ચાયનામાં રોકાણો-ઊદ્યોગોનો જે ભયનો માહૌલ છે તેમાંથી અન્યત્ર સ્થળાંતર કરવા માંગતા ઊદ્યોગો-રોકાણકારો માટે ભારત વ્યૂહાત્મક રીતે આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. મુખ્યમંત્રીએ યુ.એસ.ના વેપાર-ઊદ્યોગ જગતના અગ્રણીઓ સમક્ષ ગુજરાતની વિકાસ ગાથાની સફળતા વર્ણવતા કહ્યું કે, “ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારો તરીકે વિકસ્યા છે. આ ભાગીદારી લોકો આધારિત અને લોકો કેન્દ્રિત છે. લોકશાહીના મૂલ્યો, મજબૂત સાંસ્કૃતિક સંબંધો, અને માનવ સમૃદ્ધિનો ઉદ્દેશ્ય એ બંન્ને દેશોની સામ્યતા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here