મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ખેલાડીઓ સાથેની તસ્વીર શેર કરતા અર્જુન બન્યો ચર્ચાનું માધ્યમ

0
15
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૫

સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર શું દુબઈ ગયેલી મુંબઈ ઈન્ડિયની ટીમમાં સામેલ થઈ ગયો છે? શું તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવાનો છે? જો ના, તો પછી તે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ સાથે શું કરી રહ્યો છે? આવાં અનેક સવાલો છે કે જે હાલ એક તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં લોકો પુછી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી રાહુલ ચાહરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે અન્ય સાથી ખેલાડીઓની સાથે સ્વિમિંગ પુલમાં છે.

સચિન તેંડુલકરનો પત્ર અર્જુન તેંડુલકરે પણ આ ફોટાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છેય તસવીરમાં રાહુલ ચાહર, જેમ્સ પેન્ટિસન, યુદ્ધવીર ચરક, મોહસિન ખાન અને ટ્રેન્ટ બોલ્ડ નજર આવે છે. આ ફોટો સામે આવ્યા બાદ લોકોએ ચર્ચા શરૂ કરી દીધી હતી. એટલું જ નહી અર્જુન તેડુંલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે મુંબઈ ઈન્ડિયન્સનાં અનેક દિગ્ગજો સાથે દેખાઈ રહ્યો છે.

તે યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સ અભ્યાસ કેમ્પ ફાસ્ટ બોલર જેમ્સ પેન્ટિસન, ટ્રેન્ટ બોલ્ટ અને અન્ય ધુરંધરો સાથે જોવા મળ્યો હતો. અર્જુન યુએઈમાં એ ખેલાડીઓમાં સામેલ છે કે જેઓ ટીમને નેટ્‌સમાં પોતાની બોલિંગ વડે અભ્યાસ કરાવે છે. દરેક આઈપીએલ ફ્રેન્ચાઈઝી પોતાની સાથે એક લિમિટેડ સંખ્યામાં બોલર્સને સાથે લઈ જાય છે. અર્જુન લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર છે. અને આ કારણે તે રોહિતની કેપ્ટનશીપવાળી મુંબઈ ઈન્ડિયન્સની સાથે યુએઈમાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here