મુંબઈમાં દુકાનનું નામ ‘કરાચી’હોવાનો શિવસેનાએ ઉઠાવ્યો વાંધો

0
9
Share
Share

મુંબઈ,તા.૧૯

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના મુદ્દે ભાજપ અને શિવસેના સામ સામે છે. એક પછી એક ઘટના ઘટી રહી છે અને ભાજપ શિવસેના પર પ્રહારો કરવાનું બંધ નથી કરી રહીં. પાલઘરમાં સાધુઓની હત્યાને ૨૧૮ દિવસ વિતી ગયા છે. પણ મહારાષ્ટ્રની શિવસેના સરકાર તરફથી આ મામલાને ન્યાય નથી મળ્યો. એવામાં મુંબઈથી શિવસૈનિકોની રાષ્ટ્રવાદી ભાવનાને ઉજાગર કરતી તસવીરો જોવા મળી રહી છે. જેમાં તેમને એક દુકાનના નામ પર વાંધો છે. મુંબઈમાં શિવસૈનિકોને એક દુકાનનું નામ કરાચી હોવાનો વાંધો છે.

જેને તે બદલવા માગે છે જેના માટે તેઓ દુકાન પર ગયા અને દુકાનદારને ચેતવણી આપી કે પાકિસ્તાનની ઓળખ બતાવતી દુકાનો માટે મુંબઈમાં કોઈ જગ્યા નથી.શિવસૈનિકે કહ્યું કરાચીનો અર્થ કે તમે પાકિસ્તાની છો? જેના જવાબમાં દુકાનદારે કહ્યું કે,મારા દાદા પરદાદા ત્યાંના હતા. દાદા ત્યાંના હતા હવે આપણા દેશના ભાગલા પડી ગયા છે. તમે અહીંયા આવી ગયા, તમારું સ્વાગત છે. પણ કરાચી નામ નહીં ચાલે.

શિવસૈનિકે કહ્યું કે, કરાચી નામથી અમને તકલીફ છે. ભાઈબીજના દિવસે આપણા જવાન શહીદ થયા છે. મને કરાચી નામથી નફરત છે કારણ કે આતંકવાદી હુમલા કરાચી પાકિસ્તાનથી જ થાય છે. તમારે નામ રાખવું હોય તો તમારા દાદા પરદાદાનું રાખો કરાચી નહીં. કરાચી સ્વીટ મુંબઈની એક માત્ર દુકાન નથી. જેની ઓળખ પાકિસ્તાની છે. પણ આવી તો ઘણી દુકાનો જોવા મળી જશે. શિવસેનાએ હવે તેના વિરોધની શરૂઆત કરી દીધી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here