મુંબઈમાં કોરોનાની અસરને કારણે સુરતથી થતાં એક્સપોર્ટમાં ખૂબ મોટો વધારો

0
19
Share
Share

સુરત,તા.૧૧
કોરોનાની મહામારીને કારણે તમામ ઉદ્યોગોને ખૂબ નુકસાન થયું છે. લોકડાઉન બાદ કેટલાક ઉદ્યોગમાં જરૂરથી તેજી આવી છે. જેમાં સુરતના હીરા ઉદ્યોગ માટે ખૂબ સારો સમય ચાલી રહ્યો છે, કારણ કે મુંબઈમાં કોરોનાની અસરને કારણે સુરતથી થતાં એક્સપોર્ટમાં ખૂબ મોટો વધારો થયો છે. દુનિયાના ૧૧ હીરા પૈકી નવ હીરાનું કટિંગ પોલિશીંગનું કામ સુરતમાં થાય છે, એક રીતે કહેવા જઈએ તો સુરત હીરા ઉદ્યોગનું હબ છે, જોકે તેમ છતાં હીરા એક્સપોર્ટ મુંબઈ થી જ કરવામાં આવતા હોવાથી સુરતને તેનો સીધો ફાયદો ક્યારેય થયો નથી, પરંતુ કોરોનાએ હીરા ઉદ્યોગને જરૂરથી ફાયદો કરાવી આપ્યો છે.
મુંબઈમાં કોરોનાની મહમારીને કારણે એક્સપોર્ટની કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેને પગલે સુરતના તમામ ઉદ્યોગકારો જે મુંબઈથી એક્સપોર્ટ કરતાં હતાં, તેમને સુરતથી એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું. ગુજરાત હીરા બુર્સ પાસેથી મળતી માહિતી અનુસાર એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન પાછલા વર્ષની સરખાણીએ આ વર્ષે થયેલ એક્સપોર્ટમાં ૪૪૪ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન રૂ.૧૪૦૨ કરોડનો એક્સપોર્ટ પોલિશ્ડ ડાયમંડનો થયો હતો, જેની સામે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ.૬૨૨૯ કરોડનો એક્સપોર્ટ નોંધાયો છે. જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાના કહેવા મુજબ દેશમાં વિવિધ જગ્યોથી થતાં જેમ એન્ડ જ્વેલરીના કુલ એક્સપોર્ટમાં ૩૨થી ૯૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ગુજરાતની જેમ એન્ડ જ્વેલરી સેક્ટરનો ગ્રોથ ૬૧ ટકા થયો છે. જીજેઈપીસીની રજૂઆતોને પગલે ચાલુ વર્ષે બેંક ગેરેન્ટી એક્સપોર્ટમાંથી દૂર કરવાની સાથે લોકડાઉન દરમિયાન સુરતથી વાયા મુંબઈ થઈને હોંગકોંગ હીરાના પાર્સલ એક્સપોર્ટ કરવા માટે કસ્ટમ તરફથી પરવાનગી મળી હતી. સ્થાનિક હીરા ઉદ્યોગકારોના મતાનુસાર, મે માસ દરમિયાન જ અંદાજે રૂ.૨૫૦૦ કરોડથી વધુના પાર્સલનું સુરતથી એક્સપોર્ટ થયું હોઈ ત્યારે પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે એપ્રિલ થી ઓક્ટોબર સુધીના પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટના આંક મોટી સિધ્ધી સમાન છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here