મુંબઈના મૉલમાં ભીષણ આગ, નજીકની બિલ્ડીંગમાંથી ૩૫૦૦ લોકોને રેસ્ક્યૂ કરાયા

0
18
Share
Share

મુંબઇ,તા.૨૩

નાગપાડા વિસ્તારના સિટી સેન્ટર મોલમાં ગુરુવાર મોડી રાતે આગ લાગી ગઈ હતી. જે વખતે આગ લાગી મોલમાં લગભગ ૫૦૦ લોકો હતા. જો કે, તમામને સુરક્ષિત બહાર કાઢી લેવાયા અને તેમા કોઈ જાનહાની પણ થઈ નથી. ફાયર બ્રિગેડની ૨૪ ગાડીઓએ ૯ કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. રેસ્ક્યુ દરમિયાન ૨ ફાયર ફાઈટર સામાન્ય રીતે ઘવાયા હતા. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, આગ પછી આસપાસની ઈમારતો અને દુકાનોમાંથી લગભગ ૩૫૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

આ આગ ગુરુવાર રાતે ૧૦થી ૧૧ વાગ્યાની આસપાસ લાગી હતી. હાલ મોલની આસપાસની દુકાનોને ખાલી કરાવી દેવાઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મોલના સેકેન્ડ ફ્લોર પર આવેલી એક મોબાઈલ શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને થોડીક વારમાં તે આખા ફ્લોર પર ફેલાઈ ગઈ હતી.

મોલમાં વેન્ટિલેશન ન હોવાના કારણે મોલમાં ધુમાડો વધારે ભરાઈ ગયો હતો. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમે મોલનો કાચ તોડી દીધો જેથી ધુમાડો બહાર નીકળી શકે. ઘટના પછી ઘટનાસ્થળે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય અમીન પટેલ અને મુંબઈના મેયર કિશોર પેડનેકર પણ પહોંચ્યા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here