મુંબઇ-કૉલકાત્તા મેચ પર સટ્ટો રમતા ત્રણ નબીરાઓ ઝડપાયા

0
25
Share
Share

વડોદરા,તા.૨૪

કોરોનાનાં કહેર વચ્ચે લોકોને એક ખુશી IPL શરૂ થયા બાદ થઇ હોય તેવુ તમે ઘણી જગ્યાએ સાંભળ્યુ હશે. જો કેIPLક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થયા બાદ સટ્ટોડિયાઓ પણ સક્રિયા થઇ ગયા છે. મળી રહેલા સમાચાર મુજબ વડોદરામાં IPL ની મેચ પર સટ્ટો રમતા અમુક નબીરાઓ પોલીસનાં હથ્થે ચઢ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ રહી હતી, જે દરમિયાન વડોદરાનાં તાંદલજાનાં મહાબલીપુરમ ખાતે અમુક નબીરાઓ સટ્ટો રમી રહ્યા હતા.  જ્યા પોલીસે અચાનક દરોડો પાડી સટ્ટોડિયાઓને ચોંકાવી દીધા હતા. અહી ત્રણ શખ્સ ઓનલાઇન સટ્ટો રમતા પોલીસનાં હથ્થે ચઢી ગયા હતા, પોલીસે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર સટ્ટોડિયાઓ પાસેથી અંદાજે ૩૭ હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલ વાત્સલ્યમાં રૂમ નં.૪૦૧માં દારૂ અને જુગારની મહેફીલ માણતા છ શખ્સોને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધા હતા. પોલીસે હોટલનાં રૂમમાંથી મોબાઇલ, રોકડ તથા દારૂની બોટલ તેમજ સાંકેતીક ભાષામાં લખેલી ક્રિકેટ ચીઠ્ઠી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here