મુંબઇમાં વિજળી ડુલ થતા દિશા સાલિયન ડેથ કેસમાં સુનાવણી ન થઇ

0
18
Share
Share

મુંબઇ,તા.૧૨

દિશા સાલિયન ડેથ કેસમાં સોમવારે એક યાચિકા પર સુનાવણી પોસ્ટપોન કરી દેવામાં આવી છે. આ યાચિકામાં દિશાના ડેથ કેસમાં  તપાસ કરવાની માગ કરવામાં આવી હતી. પરંતુ સુનાવણી ન થઇ શકી. મુંબઈમાં પાવર કટને કારણે વકીલ વીડિયો કોન્ફરન્સિંગમાં સામેલ ન થઇ શક્યા હતા.

યાચિકાકર્તા વિનીત ઢાંડાના વકીલ સુનાવણી માટે હાજર ન હતા. ત્યારબાદ એસએ બોબડેની બેન્ચે સુનાવણી સ્થગિત કરી દીધી. યાચિકામાં એવું કહેવામાં આવ્યું હતું કે દિશાના કેસની ફાઈલ ગાયબ થઇ ગઈ છે. ઉપરાંત દિશાના મૃત્યુ સાથે જોડાયેલ ઘણા ફેક્ટ્‌સ પણ તેની આત્મહત્યાની થિયરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારબાદ આ યાચિકા ફાઈલ થઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here