મુંબઇમાં પાવર ગ્રિડ ફેલઃ વીજળી ગુલ થતાં લોકલ ટ્રેનો થંભી

0
14
Share
Share

 

સવારે ૧૦થી ૧૨:૪૮ સુધી ટ્રેનો, ઓફિસો, કોર્ટો, પરિક્ષાઓ બધુ જ બંધ

ગોરેગાંવ, બોરીવલી, મલાડ સહિત ૫૦-૬૦% મુંબઇમાં અંધારપટ છવાયું

મુંબઇ,તા.૧૨

દેશની રાજધાની મુંબઇનો શ્વાસ સોમવારે આશરે પોણા ત્રણ કલાક સુધી થંભી ગયો હતો. સ્થાનિક ગ્રિડ ફેલ થઇ જતાં માયાનગરીના અડધા ભાગમાં પાવર કટ (Mumbai power cut)થઇ ગયું હતું. કામકાજના ઊઘડતા દિવસે પીક અવરમાં સવારે ૧૦થી ૧૨.૪૮ કલાક સુધી ટ્રેનો, ઓફિસો, કોર્ટો, હોસ્પિટલો ઉપરાંત રોડ પરના ટ્રાફિક સિગ્નલ પણ બંધ પડી ગયા હતા.

મહારાષ્ટ્રના ઊર્જામંત્રીએ આ સંકટને ટેક્નિકલ સમસ્યા ગણાવી હતી. વાસ્તવમાં મુંબઇમાં વીજળી પુરી પાડતી કંપની BESTએ કહ્યું કે શહેરને વીજળી પુરી પાડતા ્‌છ્‌છના પ્લાન્ટમાં ગ્રિડ ફેલ થઇ જતાં પૂર્વ, પશ્ચિમ, સબર્બ (ઉપનગર) અને થાણે જિલ્લાના કેટલાક ભાગોમાં પાવર ડુલ (Mumbai power cut)થઇ ગયું હતું.

મુંબઇના ગોરેગાંવ, કાંદિવલી, મલાડ, બોરીવલી, વિલેપાર્લે, માહિમ, મહાલક્ષ્મી, દાદર, લાલબાગ, કુર્લા, ઘાટકોપર, ભાંડૂપ, કંજૂરમાર્ગ, મુલુંડ અને વિક્રોલી ઉપરાંત થાણેના કેટલા વિસ્તારો એટલે કે લગભગ ૫૦-૬૦ ટકા મુંબઇમાં વીજળી ડુલ થઇ ગઇ હતી.

આશરે પોણા ત્રણ કલાક બાદ કેટલાક વિસ્તારોમાં વીજળી પુરવઠો પૂર્વવત થયો હતો. પહેલાં અંધેરીથી વિરારની ટ્રેન શરુ થઇ શકી હતી. આ સમય દરમિયાન હંમેશા દોડતું રહેતું મુંબઇ થંભી ગઇ ગયું હતું હાઇકોર્ટમાં કામકાજ ઠપ હતું, ઓનલાઇન થનારી સુનાવણી અટકી ગઇ હતી.

વીજળી સંકટને કારણે રહેવાસી વિસ્તારોમાં પણ ઘણી સમસ્યા સર્જાઇ હતી. ઘરોમાં અંધારુ છવાઇ ગયું હતું. દિવસની ગરમીનો સામનો કરવો પડ્યો હતે. ઓફિસો, પેટ્રોલ પંપો અને બેન્કોનાં કામમાં અસર થઇ હતી. નાના વેપારીઓને ઘણી ણસર થઇ હતી.

બોમ્બે હાઇકોર્ટમાં કેસોની સુનાવણી પણ પર મુંબઇમાં વીજળી ડુલ થઇની અસર વર્તાઇ હતી. તમામ ઓનલાઇ સુનાવણી બંધ થઇ ગઇ હતી. કેસોમાં બીજી તારીખ આપવાની વ્યવસ્થા થઇ રહી હતી. અલબત્ત એરપોર્ટ પર કામકાજ સામાન્ય હતું.

વીજળી કાપની અસર પરિક્ષાઓ પર પણ થઇ. સોમવારે યોજાનારી અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની પરિક્ષાઓ રદ કરવી પડી. હવે આ પરિક્ષા રવિવારે ૧૮ ઓક્ટોબરે લેવામાં આવશે. પરિક્ષાના સમયમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ માહિતી યુનિવર્સિટી ક્લસ્ટર હેડ ડૉ. હેમલતા બાગ્લાએ આપી હતી.

વીજળી સંકટ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા હતા. તેમણે ઊર્જી મંત્રી નિતિન રાઉત સાથે ફોન પર વાત પણ કરી હતી. અગાઉ ઊર્જા મંત્રી રાઉતે કહ્યું કે ટેક્નિકલ ખામીને કારણે મુંબઇમાં વીજલી ડુલ થઇ ગઇ હતી. તેના માટે તત્કાલ કોઇને જવાબદાર ઠેરવી શકાય નહીં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here