મુંબઇના નેવલ ડોકયાર્ડમાંથી આઈએનએસ વિરાટ ટોઇંગ કરવાનો થયો પ્રારંભ

0
22
Share
Share

મુંબઈ,તા.૧૫

ઐતિહાસિક યુધ્ધ જહાજ આઇએનએસ વિરાટ તેના અત્સિત્વની અંતિમ સફરે આગામી બુધવારે નિકળશે. મુંબઇના નેવલ ડોકયાર્ડ ખાતે વિરાટને ટોઇંગ કરવાની પ્રક્રિયાઓનો સોમવારથી પ્રારંભ થયો હતો. તા.૧૬ સપ્ટે.સાંજે મુંબઇથી વિરાટને ખાસ ટગ દ્વારા ખેંચીને મુંબઇના નેવલ ડોકયાર્ડમાંથી બહાર કાઢવામાં આવશે. ટગને ખેંચીને બહાર લાવવા માટે મેટલના રોપ જહાજને બાંધવા માટેની કામગીરીનો સોમવારથી પ્રારંભ થયો છે. દરમિયાન અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૯ (શ્રી રામ ગ્રીન શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ) ખાતે પણ વિરાટને લાવવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here