મીરા રાજપુત ત્રીજી વખત ગર્ભવતી હોવાની ચર્ચા

0
23
Share
Share

મીરા રાજપુતે પોતાના ફોલોઅર્સ સાથે વાતચીત કરવા માટે તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર સેશન રાખ્યું હતું

મુંબઈ,તા.૨૮

બોલીવુડ સેલેબ્રિટીઝ સાથે તેમના પરિવારના લોકો પણ યૂઝર્સ માટે ખાસ હોય  છે, હવે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત અને તેમના ફોલોઅરની વચ્ચેના સવાલ જવાબ ચર્ચામાં છે. જોકે મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. પોતાના ફોલોવર્સ સાથે વાતચીત કરવા માટે તેમણે તાજેતરમાં જ તેમણે ઇંસ્ટાગ્રામ પર સેશન રાખ્યું હતું. આ સવાલોમાં એક સવાલ અને તેના પર મીરા રાજપૂત રિએક્શન હવે ચર્ચામાં છે. આ સેશનમાં મીરા રાજપૂતના ફેન્સએ તેમના મનપસંદ ભોજનને લઇને મનપસંદ હોલીડે ડેસ્ટિનેશન્સ સુધીના પ્રશ્નો કર્યા અને મીરા રાજપૂતએ પણ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. આ દરમિયાન એક યૂઝરે પ્રશ્ન કર્યો કે શું મીરા ત્રીજીવાર પ્રેગ્નેંટ છે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે મીરા રાજપૂતે ઇંસ્ટા સ્ટોરી પર લખ્યું નો અને તેમણે આ સાથે જોરથી હસવાવાળી ઇમોજી પણ બનાવી દીધા. તો બીજી તરફ સેશનમાં તેમના એક અનય ફેને મીરાને પૂછ્યું કે શું તેમનું ફિલ્મોમાં ડેબ્યૂ કરવાનો કોઇ પ્લાન છે? જવાબમાં મીરાએ હાથ જોડવાવાળી ઇમોજી બનાવતાં લખ્યું, નહી. તમને જણાવી દઇએ કે શાહિદ કપૂર અને મીરા રાજપૂતની લગ્ન વર્ષ ૨૦૧૫માં થયા હતા. મીરા પોતાના પતિ શાહિદ કરતાં ૧૩ વર્ષ નાની છે. ઉંમરમાં મોટા અંતરના કારણે પણ લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેમની પુત્રી મીશા ચાર વર્ષની થઇ ગઇ છે અને તેમનો પુત્ર જૈન ૨ વર્ષનો છે. મીરાની પોપુરિલિટી કોઇ બોલીવુડ સ્ટારથી ઓછી નથી. તે દરેક ઇવેંટમાં લોકોની નજરોમાં છવાઇ ગઇ હતી. સોશિયલ મીડિયા પર જ્યારે પણ તે કોઇ તસવીર શેર કરે છે તે તાત્કાલિક વાયરલ થઇ જાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here