મીઠુંપાણી આપવા બાબતે હળવદ ટીડિઓ અને કુવરજી બાવળીયાને લેખીત રજૂઆત કરાઇ

0
21
Share
Share

હળવદ,તા.૧૩
હળવદનાં સુરવદર ગામે ઘણા સમયથી પીવાનાં પાણીનાં ધાંધીયાસે ગ્રામપંચાયતનો બોરસે પરંતુ પીવા લાયક પાણી નથી આવતુ ત્યારે મીઠુંપાણી આપવા બાબતે હળવદ ટીડિઓ અને કુવરજી બાવળીયાને લેખીત રજૂઆત કરાઇ છે. હળવદ તાલુકાનાં રણકાંઠાનાં ગામો સાથે સુરવદર ગામ પણ હજુ મીઠાંપાણીથી વંચીત રહી જાય છે. અવાર નવાર રજુઆત કરવા છતા ગામ લોકોને પીવા લાયક પાણી રેગ્યુલર મળતુ નથી. હાલ છેલ્લા એક મહીનાથી પાણી નથી મળ્યુ, અંતે પંચાયતનાં બોરમાં આવતું ક્ષારયુક્ત પાણી પીવા મજબુર થવુ પડે છે.
બોરનું પાણી પીવાથી પથરી, પેટનાં દુખાવા, હાડકાનાં સાંધાનાં દુખાવાનો ગામલોકોને સામનો કરવો પડી રહ્યો છે. સુરવદર ગ્રામ પંચાયતનાં સભ્ય જીતાભાઇ આહિરે જણાવેલ કે જો આમારા ગામમાં પીવા લાયક પાણી નહી આવે તો સભ્યપદેથી રાજીનામું દેવાની પણ તૈયારી છે. ગામ લોકો હાલ પીવા લાયક પાણીની રાહ જોઇન બેઠા છે ત્યારે તંત્ર વહેલી તકે પાણી પહોચાડે તેવી માંગ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here