મીઠાપુર પંથકમાં વિજબોર્ડની બેદરકારીથી પાંચ ગાયો મોતને ભેટી

0
14
Share
Share

મીઠાપુુર, તા.૨૫

છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓખા પીજીવીસીએલ ની અંડર માં આવતા ઓખા બેટ આરંભડા સુરજ કરાડી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ વીસથી પચ્ચીસ હજાર રહેણાંક વિસ્તારના કનેક્શન છે અને લગભગ એક હજાર આસપાસ કોમર્શિયલ કનેક્શન છે. પરંતુ આ વીજ ગ્રાહકોને છેલ્લા બે-ત્રણ વર્ષથી ઘણી પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે.ગત વર્ષે ડઝનબંધ ગૌવંશ અને ગાયોના મોત નિપજ્યા હતા અને બે અકસ્માતમાં એક વીજકર્મીનું મોત થયું હતું. હાલ ઓખાની અંદર માત્ર થોડો વરસાદ થવાથી શનિવારે રવિવારે અને સોમવારે એમ ટોટલ પાંચ ગૌમાતાના મોત થયા છે જેથી ગ્રામજનો અને ગૌ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે ! આ અંગે પીજીવીસીએલના તંત્ર ને પૂછતા ડેપ્યુટી ઈજનેર પટેલે સબ સલામતના બણગા ફૂંક્યા છે ! સ્થાનિકો એ ગઇકાલે જે ગર્ભવતી ગાયનું મોત થયુ તેની પોલીસ ફરિયાદ પણ કરેલ છે અને પોલીસે સ્થળ તપાસ કરીને પંચનામું કરી આગળની કાર્યવાહી કરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here