મીઠાપુરમાં ભારે વગોવાયેલા જુગારકાંડમાં તપાસના આદેશથી હડકંપ

0
30
Share
Share

મીઠાપુર, તા.૧૮

દેવભૂમી દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં બહુચર્ચિત મહીલા જુગારકાંડ અંગે તપાસના આદેશથી ખળભળાટ મચી જવા પામેલ છે. તા.૨૮/૮ ના દિને મીઠાપુરનાં પોશ વિસ્તારમાં મહિલાઓની જુગાર મહેફીલ ઉપર પોલીસે દરોડો પાડયા પછીની કામગીરી જાણે ચર્ચાનો વિષય બની હતી.

આ ચર્ચાસ્પદ બનાવ સબબ જીલ્લા પોલીસ વડાએ ગંભીરતા દાખવતા આ મામલે જીલ્લા ડીવાયએસપી દ્વાર તલસ્પર્શી તપાસ ચાલતી હોય આગામી દિવસોમાં આ પ્રકરણમાં નવીન કડાકા થાય તો નવાઈ નહીં મીઠાપુરમાં મહીલાઓ દ્વારા જુગાર મહેફીલ ચાલે છે તેવી માહિતી પોલીસને મળતા પોલીસ ત્યાં પહોંચી હતી અને મહીલાઓને થાણે લઈ જવાતા મામલે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. અમુક આગેવાનોની ભલામણને લીધે બનાવ ઉપર પરદો પડી ગયાનુ ચર્ચાયા પછી જીલ્લા પોલીસ વિભાગે ગંભીરતા દાખવતા ડીવાયએસપી દ્વારા તલસ્પર્શી તપાસ ચલાવવામાં આવી રહી છે. સીસી કેમેરા આધારે તપાસ થાય તો સતાસત બહાર આવે તેવું બુઘ્ધીજીવીઓનું માનવાનુ થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here