મીઠાપુરઃ વાસણની દુકાનમાંથી ૫૦ કિલો ભંગારની ચોરી

0
41
Share
Share

મીઠાપુર, તા.૨૯

ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારના મેઈન રોડ પર ગજાનન સ્ટીલ સેન્ટર નામની વાસણની દુકાન ધરાવતા ખેતશીભાઈ ચત્રભુજ ગોરી નામના એક વેપારીની દુકાનમાં ગત તારીખ ૨૬ મી ના રોજ રાત્રીના સમયે કોઈ તસ્કરોએ દુકાન ઉપરના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આ દુકાનમાં રાખવામાં આવેલ શીશુ ધાતુનો ૧૯ કિલોગ્રામ તથા તાંબાનો આશરે દસ કિલોગ્રામ અને એલ્યુમિનિમનો આશરે ૨૧ કિલોગ્રામ મળી, કુલ ૫૦ કિલોગ્રામ ભંગારની ચોરી કરીને લઈ ગયા હતા. આમ, સ્ટીલની દુકાનમાં રાખવામાં આવેલો રૂ. ૬,૩૭૦/- ની કિંમતના ભંગારની ચોરી થવા સબબ દુકાનદારની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here