મીઠાપુરઃ ટાઉનશીપમાં દારૂની મહેફીલ માણતા ૮ શખ્સો ઝડપાયા

0
18
Share
Share

મીઠાપુર, તા.૧૨

મીઠાપુરની ટાઉનશીપમાં જુના હાઉસિંગ ફ્લેટ ક્વાટર્રમાં રહેતા કરસનભા મુરુભા હાથલ નામના ૩૨ વર્ષના હિન્દુ વાઘેર યુવાને પોતાના ક્વાટર્રમાં વિદેશી દારુની મહેફિલ ગોઠવી અને રોયલ સ્ટગ ડીલક્સ વ્હિસ્કી તથા મેક ડોવેલ નંબર વન વ્હિસ્કીની બે બોટલ દારુની મંગાવી હતી. આ સ્થળે વિવિધ પ્રકારના બાઈટિંગ સાથે દારુની મોજ માણી રહેલા કરસનભા મુરુભા હાથલ, દિનેશ ગોવિંદભાઈ પરમાર, ભાવિન મનસુખભાઈ જટણીયા, પરેશ સોમજીભાઈ વાળા, નિલેશ હીરાભાઈ પરમાર, અક્ષય રમેશભાઈ ગોસ્વામી, હિતેન જેસિંગભાઈ ઝાલા, અને સાગર અશોકભાઈ સામાણી નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

આ દરોડા દરમિયાન પોલીસે અધુરી ભરેલી બે દારુની બોટલ, વિવિધ પ્રકારના નમકીન ઉપરાંત રાજકોટના રહીશ દિનેશ ગોવિંદભાઈ પરમારની રુપિયા ચાર લાખની કિંમતની જી.જે. ૩ કેએચ ૬૧૧૯ નંબરની અર્ટિગા મોટરકાર તથા રુ. ૬૮ હજારની કિંમતના સાત નંગ મોબાઇલ ફોન મળી, કુલ રુપિયા ૪,૬૮,૫૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ, મીઠાપુર પોલીસે દારુની મહેફિલ પર ત્રાટકી આઠ શખ્સોને રુપિયા ૪.૬૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, પ્રોહીબિશન એક્ટ સહિતની વિવિધ કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here