રાણપુર, તા.૧૯
જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર ધ્વારા આયોજિત બોટાદ જિલ્લા કક્ષાનાં ઓનલાઇન એજ્યુકેસનલ ઇનોવેશન ફેસ્ટીવલ-૨૦૨૦/૨૧ નું આયોજન કરવામાં આવેલ.
જેમાં કુલ ૧૬ જેટલા અલગ અલગ એજ્યુકેશનલ ઇનોવેસનનું વર્ચુઅલ મોડથી પ્રેઝન્ટેશન કરવામાં આવેલ. બોટાદ જિલ્લામાંથી રાજ્યકક્ષાનાં ઇનોવેશન ફેસ્ટીવલ માટે કુલ ૩ ઇનોવેશનની પસંદગી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર ધ્વારા કરવામાં આવેલ.
જેમાં સમગ્ર શિક્ષા ટીમ રાણપુરનું બી.આર.સી.કો-ઓર્ડિનેટર આર.એસ.રાઠોડ દ્રારા કરેલ મિશન વર્ચુઅલ ઇનોવેશનની પસંદગી થયેલ છે. આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ અન્ય બે ઇનોવેશન સાથે મિશન વર્ચુઅલ ઇનોવેશન પણ બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
જિલ્લા કક્ષાએ ઇનોવેશન પસંદ થતા સમગ્ર શિક્ષા ટીમ રાણપુર તાલુકાનાં ધો.૧ થી ૧૨ નાં તમામ શિક્ષકો, આચાર્યો, સી.આર.સી.ઓ, તા.પ્રા.શિક્ષણાધિકારી, કે.ની.ના સહકાર બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે..
બોટાદઃ જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલનું સન્માન કરાયુ
બોટાદ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગ ના જવાબદાર કાર્યકર્તા ઓ દ્વારા બોટાદ ના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નવનિયુકત ધારાબેન પટેલ ને પુષ્પગુચ્છ તથા પુસ્તક આપીને સન્માન કર્યું હતું.
જેમાં પ્રાંતના સચિવ તથા રાજ્ય ઉપાઘ્યક્ષ કલ્પેશભાઈ પટેલ તથા કવિતા જે શર્મા (રાજ્ય – મહિલા ઉપાધ્યક્ષ)રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ બોટાદના જિલ્લા માં ત્રણેય સંવર્ગ (આચાર્ય, ઉચ્ચત્તર માધ્યિક, અને માધ્યમિક)ના અધ્યક્ષ મહામંત્રી અને એના સભ્યો ચેતનાબેન જોષી (ન. પા. મહિલા મંત્રી) તથા નિમિષાબેન ગોહિલ ( જિલ્લા મહિલા મંત્રી બોટાદ) ઉપસ્થિત રહ્યા હતા.