મિલકતના માલિક સહિત ૮ બાકીદારોને મામલતદારે નોટીસ ફટકારી

0
21
Share
Share

જૂનાગઢ તા.૧૧

વિસાવદર તાલુકાના રાવણી(કુબા) અને માંડાવડ ગામ ખાતે બેન્કના બાકી નીકળતા લેણાની જમીન તા.૨૭/૧૧/૨૦૨૦ સુધીમાં ખાલી કરી બેન્કને કબ્જો સોંપવા મિલકત માલિક સહિત ૮ બાકીદારોને વિસાવદર મામલતદારે નોટીસ ફટકારી છે અને આ અંગે કોઇને વાંધો હોય તો ૧૫ દિવસમાં લેખીતમાં જણાવવા કહ્યું છે.રાવણી કુબાના રે.સ.નં.૧૧૧/૧ પૈકીની ૬૪૭૫ ચો.મી તથા રે.સ.ન ૧૧૨/ પૈકી ૩/પૈકી ૨ની ૧૫૨૭૭ની કુલ જમીન ૨૧૭૫૨ ચો.મી વાળી જમીન પર આવેલ મે.શિવમ કોટન ઇન્ડ.ની ફેક્ટરી જમીન અને બિલ્ડીંગ તથા માંડાવડના રે.સ.નં.૯૩/૧ પૈકી પ્લોટ નં.૧ની ૧૧૪.૫૯ ચો.મી તથા પ્લોટ નં.૨ની ૧૦૨.૩૩ ચો.મી મળી કુલ જમીન ૨૧૬.૯૩ ચો.મી ઉપર આવેલ શોરુમ અને માંડાવડના રે.સ.નં.૯૩/૧ પૈકી પ્લોટ નં.૧ની ૫૧૯ વાળો ખુલ્લો પ્લોટના લેણા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા, માંડાવડ શાખામાં બાકી છે.આથી મિલકતમાં રહેલ માલ-સામાન ખાલી કરવા તથા ઓથારાઇઝડ ઓફિસર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા, માંડાવડ, શાખાને તા.૨૭/૧૧/૨૦૨૦ સુધીમાં શાંત અને પ્રત્યક્ષ કબ્જો સોંપી આપવા અન્યથા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢના હુકમ અન્વયે સિક્યુરીટાઇઝેશન એન્ડ રીકન્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ એન્ડ એન્ટોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૨ હેઠળ અધિકૃત કર્યા અનુસાર મિલકતનો કબ્જો સોંપવાની કાર્યવાહી તા.૨૭/૧૧/૨૦૨૦ના રોજ બપોરના ૧૨ કલાકે કરવામાં આવશે. આ અંગે કોઇ નોટીસ પણ આપવામાં આવશે નહી.આ મિલકત સંબંધિત કોઇ પણ લાગતા વળગતાને વાંધો હોય તો ૧૫ દિવસની અંદર લેખિતમાં રુબરુ જાણ કરવી જો ૧૫ દિવસની અંદર કોઇ વાંધો નહીં આવે તો માલ-સામાન ખાલી કરાવી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી ઓથારાઇઝડ ઓફિસર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા, માંડાવડ શાખાને કબ્જો સોંપવા મે.શિવમ કોટન ઇન્ડસ્ટ્રીઝ રાવણી કુબા, બાબુ કનુ રીબડીયા, ભરત કનુ રીબડીયા, રાહુલ સુરેશ રીબડીયા, ચંપાબેન બાબુ રીબડીયા, રસીલાબેન ભરત રીબડીયા, ચિરાગ રાઘવજી પટેલ અને વલ્લભ કેશવ હીરપરાને વિસાવદરના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ એન.આઇ.બ્રહ્મભટ્ટે નોટીસ આપી જાણ કરી છે.

વાસ્મો દ્વારા આજક ગામ માટે ૩.૪૭  લાખના વિકાસના કામો મંજૂર કરાયા

જૂનાગઢ વાસ્મો દ્વારા માંગરોળ તાલુકાના આજક   ગામ માટેના  અંદાજીત રુપિયા ૩.૪૭ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.આજક ગામની ૧૮૫૭  જેટલી વસ્તી  છે. વાસ્મો દ્વારા આજક ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રુપિયા ૩.૪૭ લાખ મંજૂર કરાયા છે.જેમાં  વિતરણ પાઇપલાઇન સહિતના કામો હાથ ધરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here