મિત્ર ટ્રમ્પે ભારતીયોને નુકસાન કર્યું પરંતુ ચીનને પાઠ ભણાવવા ક્યારે તૈયાર થશે…..?

0
15
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

વિશ્વભરમાં કોરોનાએ પોતાનું સામ્રાજ્ય ચીનની વિસ્તારવાદી નીતિની જેમ આગળને આગળ વધી રહ્યું છે. તેમાં પણ. વિશ્વના કેટલાક નેતાઓની જીદ અને હઠાગ્રહ કે અણ આવડતના કારણે કોરોનાને ફાવતું હતું અને ઢાળ મળી ગયો જેથી સ્થિતિ બની ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે જે આપણા વડાપ્રધાન મોદીજીના મિત્ર છે તે  તુંડ મિજાજી ટ્રમ્પે અમેરિકામાં ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ કે પાબંધી ને કોઈ સ્થાન ન આપતા અમેરિકાના અર્થતંત્રને દોડાવવા તરફ જ સવિશેષ ધ્યાન આપતા રહ્યા. અને કોરોના વાયરસને નગણ્ય ગણતા રહ્યા. પોતાનો સ્વાર્થ નજરમાં રાખી દોડતા રહ્યા. જેમાં ટ્રમ્પ આજની તારીખે અમેરિકાના ૨૯ જેટલા રાજ્યોએ પણ છકટછાટ આપવાથી કોરોનાનો  મહા વિસ્ફોટ થશે તેવી શંકા વ્યક્ત કરી છે. અમેરિકામાં કોરોનાના કેસ અને મૃતાકની સંખ્યા બહુ જ મોટી છે. ત્યારે ટ્રમ્પે ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ માં છૂટછાટ આપવાની તૈયારી કરી છે જે અમેરિકાની પ્રજા માટે બેહદ નઠારી બાબતો હશે…..! કારણ અમેરિકામાં કોરોનાએ ઉથલો માર્યો છે- મતલબ બીજો રાઉન્ડ કેટલાક રાજ્યોમાં શરૂ થઈ ગયો છે. ત્યારે ટ્રમ્પને માત્ર રાષ્ટ્રપતિ પદ જીતવામાં જ રસ છે. અને એટલા માટે પ્રચાર સભાઓ યોજવાનું શરૂ કરી દીધું છે. જેમાં અમેરિકાની પ્રજાને  રસ નથી…. પરંતુ સભામાં આયોજનપૂર્વક લોકો હાજર રહે તે માટે મેનેજ કરવામાં આવે છે…..! છતાં સભા સ્થળના ક્ષેત્રફળના પ્રમાણમાં ૫૦% ખુરશીઓ ભરાય છે. પરંતુ લોકો ટ્રમ્પના જૂઠાણાં અને રાજકીય કાર્યોથી તંગ આવી ગયા છે…. તો રાજકારણમાં રસ લેતા લોકો પણ હવે ટ્રમ્પની પ્રચાર સભાઓથી દૂર ભાગવા લાગ્યા છે્‌ ત્યારે ટ્રમ્પે એચ-૧બી વિઝા પર ડિસેમ્બર ૨૦૨૦ સુધી પાબંધી લગાવવા સાથે દાવો કર્યો છે કે આ પગલું લેવાથી બે કરોડ અમેરિકનોને નોકરી મળશે… પરંતુ અમેરિકી પ્રજાને િંેદ્બ ઉપર વિશ્વાસ જ નથી રહ્યો વળી તેમની જૂઠાણાના બેતાજ બાદશાહ તરીકે ગણના થાય છે. કારણ કે ટ્રમ્પ ખુદ અનેકવાર જૂઠું બોલ્યા છે અને પછીથી ટોપલો તંત્ર ઉપર ઢોળી દીધો છે. જેને અમેરિકાની પ્રજા સારી રીતે જાણે છે. એટલે ટ્રમ્પને રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાના ચાન્સ  ઘટી ગયા છે……!

ટ્રમ્પ મોદીજીના ખાસ મિત્ર છે અને એકબીજાને બહુ જ મહત્વ આપે છે. પરંતુ ટ્રમ્પે વિઝા બાબતે લીધેલા પગલાઓને કારણે ભારત સહિત વિશ્વભરના બિઝનેસો- પ્રોફેશનલ્સને ફટકો પડ્યો છે પરંતુ મોટો ફટકો ભારતના અમેરિકામાં નોકરી કરતા, ઉદ્યોગ-ધંધા કરતા તમામે તમામને મોટો ઝટકો લાગવા સાથે મોટો ફટકો પડયો છે. અને ટ્રમ્પને મિત્રતા કરતા રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવામાજ  રસ છે. ત્યારે આ બિઝનેસમેનને મોદીજીએ ઓળખી લેવાની જરૂર છે…..!  નહીં તો ચીન પર નહેરુજીએ મોટો ભરોસો મૂક્યો હતો અને દરેક બાબતે ચીનને મહત્વ આપતા રહ્યા હતા ત્યારે ચીને  ભારતની પીઠમાં ખંજર ભોક્યુ હતું. ભારતે ચીન સાથે સરહદ બાબતે ૧૯૯૩, ૧૯૯૬, ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૧૨ માં સરહદી સમજૂતી કરારો કર્યા હતા. દેશમાં મોદીજીની સરકાર રચાયા બાદ મોદીજી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને ૧૭-૧૮ વખત મળ્યા જેમાં પાંચ વાર તો ચીનની મુલાકાતે ગયા હતા. તો ભારતે જીન પીગ ભારત આવ્યા ત્યારે તેમના સ્વાગતમાં કોઇ મણા રાખી ન હતી. પરંતુ આખરે તો ચીનનો સ્વભાવ દગાખોરી કરવાનો છે એટલે મિત્રતાની કદર તો ન જ હોય… બીજા ની જમીન કે માલ હડપ કરવાની તેની આગવી પદ્ધતિ છે. ઉપરાંત ચીન સાથે  આજદિન સુધી સરહદી વિવાદનો કોઈ ઠોસ ઉકેલ નથી આવ્યો. એટલે ચીન ભારતની સરહદે વારંવાર ઊંબાડિયા કરી ભારતની ભૂમિ પચાવવા પ્રયાસ કરે છે અને પચાવ્યું પણ રહ્યુ છે…. ત્યારે મોદીજીએ ચીન બાબતે વિશેષ ધ્યાન આપવા તેમજ તેને આર્થિક ફટકો આપવા ઉપરાંત ભારતમાં જે તે ચીની બનાવટની ચીજ વસ્તુઓ, ટેકનીક સાધન સામગ્રી સહિત ઉદ્યોગોને જરૂરી માલસામાન મળી રહે તે પ્રમાણે પ્રથમ આયોજન કરવા તરફ વિશેષ ધ્યાન આપવું પડશે. તો અત્યાધુનિક લશ્કરી શસ્ત્ર-સરંજામ પણ વધારવો પડશે. તેમજ આતંકી પાકિસ્તાનને આકરો પાઠ પણ ભણાવવો પડશે તેમજ  નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા,લક્ષદ્વીપ માટે કૂટનીતિને આગવો ઢાચો આપીને ભારત સામે શીંગડા ન ભરાવે તેવું આયોજન કરવું પડશે. આ માટે મોદીજીએ બહુજ દૂરંદેશીતા રાખી આગળ વધવું પડશે.ભારતના લોકો ચીનનો બહિષ્કાર  કરવા તૈયાર થઈ ગયા છે અને કરી રહ્યા છે… પરંતુ મોદીજીએ ચીનને લાભ થાય તેવા કોઈપણ  કામો ન આપવા તૈયાર થવું પડશે…..!! વંદે માતરમ…….

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here