મિઝોરમ સરકારનો મોટો નિર્ણયઃ પેટ્રોલ ભરાવાની માત્રા નક્કી કરાઇ

0
27
Share
Share

ઐઝવલ,તા.૧૧

મિઝોરમ સરકારે મંગળવારે ઇંધણની માત્રા પ્રતિ વાહન નક્કી કરી છે. જે બાદમાં હવે રાજ્યમાં સ્કૂટરમાં ફક્ત ત્રણ લીટર અને કારમાં ૧૦ લીટર પેટ્રોલ-ડીઝલ જ ભરાવી શકાશે. કોરોના વાયરસને પગલે અનેક જગ્યાએ લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. જેના પગલે ફ્યૂઅલ ટેન્કરો સમયસર નથી પહોંચી રહ્યું. આ કારણે અહીં પેટ્રોલ-ડીઝલની અછત થઈ છે.

આથી સરકાર તરફથી ફ્યૂઅલ રાશનિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ મિઝોરમની રાજધાની ઐઝવાલ પેટ્રોલપંપો પર લાંબી લાઇનો લાગી ગઈ છે.

અધિકારીઓેએ જણાવ્યું કે, આદેશ પ્રમાણે સ્કૂટરોમાં ત્રણ લીટર અન્ય ટુ-વ્હીલર માટે પાંચ લીટર અને મોટર એટલે કે નાના ફોર-વ્હીલર્સ માટે ૧૦ લીટર પેટ્રોલની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મેક્સી કેબ, મિની ટ્રક, જિપ્સી માટે ૨૦ લીટરની છૂટ આપવામાં આવે છે. જ્યારે ટ્રક અને બસ માટે ૧૦૦ લીટરની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલપંપ પર અન્ય કોઈ વાસણમાં એટલે કે કેન કે બેરલમાં ઇંધણ લઈ જવાની રોક લગાવી દેવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here