માસ્ક ન પહેરવાના દંડ પેટે સિક્કા આપતા પોલીસે વેપારીને માર માર્યો

0
19
Share
Share

અરવલ્લી,તા.૨૩

કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારે જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. માસ્ક ન પહેરતા લોકોને ૨૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. આ માટે પોલીસને પણ દંડ ફટકારવાની સત્તા આપવામાં આવી છે. આ દરમિયાન અરવલ્લીના બાયડમાં પોલીસે દબંગ બનીને એક માવાના વેપારીને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે વેપારીને માસ્ક ન પહેરવા માટે દંડ ફટકાર્યો હતો.

બાયડમાં પોલીસે માવાના વેપારીને માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માસ્ક ન પહેરવા બદલ પોલીસે વેપારીને રૂપિયા ૨૦૦નો દંડ ફટકાર્યો હતો. વેપારીએ દંડ પેટે પાંચ અને દસ રૂપિયાના સિક્કા આપતા પોલીસે પિત્તો ગુમાવ્યો હતો અને વેપારીને ફટકાર્યો હતો. હવે આ મામલે વેપારીએ પોતાની દુકાનના સીસીટીવી તપાસીને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ મામલે બાયડના વેપારી દશરથભાઈ પંડિતનું કહેવું છે કે, “મારી દુકાન સામે પોલીસની ગાડી ઊભી રહી હતી. મને ત્યાં બોલાવીને માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું હતું. મને કીડીઓ કરડી હોવાથી માસ્ક પહેર્યું ન હતું અને દંડ ભરવાની ના પાડી હતી. પાડોશીઓના સમજાવ્યા બાદ મેં દંડ ભરવાની હા પાડી હતી. જે બાદમાં મેં દંડ તરીકે ૧૦ રૂપિયાના સિક્કા આપ્યા હતા પરંતુ તેમણે લીધા ન હતા અને મને માર માર્યો હતો. આ ઘટના મારી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here