માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બ્રિટન, રશિયા સહિત અનેક દેશોમાં સ્કૂલો શરૂ

0
20
Share
Share

બ્રિટન,તા.૦૨

બ્રિટન, રશિયા, યુક્રેન, ફ્રાન્સ અને જોર્ડન સહિત દુનિયાના અનેક દેશોમાં મંગળવારે સ્કૂલો ફરી શરૂ થઈ ગઈ. કોરોનાના કારણે મોટા ભાગના દેશોમાં આ સ્કૂલો માર્ચથી બંધ હતી. બ્રિટનના શિક્ષણમંત્રી ગેવિન વિલિયમ્સને કહ્યું કે દેશભરમાં સ્કૂલો શરૂ થઈ ચૂકી છે. અમે કોરોનાના પડકારોને ઓછા નથી આંકી રહ્યા પણ એ વાતને સમજવી પડશે કે બાળકોનું સ્કૂલે જવું કેટલું જરૂરી છે. આ બાળકોના ભવિષ્યનો સવાલ છે. સરકાર બાળકોને સ્કૂલે જવા માટે સાઈકલ કે સ્કૂટરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તે ઉપરાંત સ્થાનિક પરિવહન વિભાગને પણ વધારાની ૩૯૩ કરોડ રૂપિયાની મદદ કરાઈ છે.

આ રકમ સ્કૂલના વિદ્યાર્થીઓની પરિવહન સુવિધા પાછળ ખર્ચાશે. સ્કૂલમાં નિયંત્રણ પ્રણાલી પણ લાગુ કરાઈ છે. તે હેઠળ માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવચેતીઓનું પાલન કરાશે. બ્રિટનમાં કોરોનાના અત્યાર સુધી ૩,૩૫,૮૭૩ કેસ નોંધાયા છે અને ૪૧,૫૦૧ મૃત્યુ થયાં છે. રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કહ્યું કે સ્કૂલોમાં વાઈરસ સામેના સુરક્ષા નિયમોનું પાલન કરાશે. મોસ્કોની સ્કૂલોમાં શિક્ષકો માટે માસ્ક ફરજિયાત કરાયું છે. તેમને વિદ્યાર્થીઓથી યોગ્ય અંતર જાળવવા પણ નિર્દેશ અપાયો છે. રશિયામાં કોરોનાના અત્યાર સુધી ૧૦,૦૦,૦૪૮ દર્દી મળ્યા છે અને તેનાથી ૧૭,૨૯૯ લોકો મૃત્યુ પામ્યા છે.

બીજી બાજુ ફ્રાન્સના શિક્ષણમંત્રી જીન માઈકલ બ્લાનક્વેરે કહ્યું કે દેશમાં સ્કૂલો ફરીવાર ખોલવામાં આવી રહી છે. જે સ્કૂલોમાં તેની તૈયારી અધૂરી છે ત્યાં પછીથી અભ્યાસ શરૂ કરાશે. અહીં શિક્ષકો માટે માસ્ક ફરજિયાત કરાયું છે. જોકે બાળકો માટે તે ફરજિયાત નથી. ફ્રાન્સમાં કોરોનાના અત્યાર સુધી ૨,૮૧,૦૨૫ દર્દી મળ્યા છે અને અહીં કોરોનાથી ૩૦,૬૩૫ લોકો મૃત્યુ પામ્યા છે. અહીં નર્સરી ક્લાસ પણ શરૂ થઈ ગયા છે. અનેક વિદ્યાર્થીઓ પહેલીવાર સ્કૂલે પહોંચ્યા હતા. તેમનાં માતા-પિતાએ સુરક્ષા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. બ્રિટનની સ્કૂલોમાં માસ્ક ફરજિયાત નથી પણ કોલેજોમાં તે ફરજિયાત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here