માળિયા(મિ.): વિદેશી દારૂની ૪૯૩ બોટલ ભરેલી બોલેરો સાથે શખ્સ ઝડપાયો

0
37
Share
Share

મોરબી, તા.૩

માળિયા પોલીસે ત્રણ રસ્તા નજીકથી બોલેરો કારમાં દારૂની હેરાફેરી કરતા એક શખસને ૪૧ પેટી દારૂ સાથે ઝડપી પાડયો અન્ય એક આરોપીની મોબાઇલ નંબર પરથી શોધખોળ શરૂ કરી છે. માળિયા પોલીસ પીએસઆઇ નિખિલ ડાભી અને તેની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ત્રણ રસ્તા નજીકથી એક કારમાં દારૂની હેરાફેરી થવાની છે. પોલીસ વોચમાં હતી ત્યારે એક બોલેરો કામ નં.જીજે-૧૩એડબલ્યુ-૬૨ શંકાસ્પદ હાલતમાં નિકળતા તેને રોકી કાર ચેક કરતા તેમાંથી ૪૯૩ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા ૧.૪૭ લાખ અને બોલેરો કાર જેની કિંમત રૂા.૧.૫૦ લાખ, ૧ મોબાઇલ રૂા.૨ હજાર કુલ ૨,૯૯,૬૦૦ના મુદ્દામાલ સાથે શંભુ દેવજીભાઇ પાટડીયા રહે.દુધરેજને ઝડપ લીધો હતો. એક મોબાઇલ નંબરવાળાનું નામ ખુલતા તેને ઝડપવા તેમજ આ દારૂ કયાં જતો હતો તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

વાઘપર પીલુડી ગામે મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાનાં વાઘપર પીલુડી ગામે રહેતા બળવંતસિંહ પથુભાઇ ઝાલા પોતાના ઘરમાં દારૂ રાખ્યો હોવાની બાતમીના તાલુકા પોલીસના સંજયભાઇ મૈયડને મળી હતી જેથી તાલુકા પોલીસે ત્યાં દરોડા પાડતાં ઘરના બાથરૂમમાં પાણી નાની બોટલમાં દારૂ ભરેલા ૧૭ ચપલા અને ૧૨ બિયરના ટીન કુલ ૨૬૫૦નો મુદ્દામાલ સાથે બળવંતસિંહ ઝડપી લીધો છે પણ કોવિડ ટેસ્ટ બાદ અટક કરવામાં આવશે. આ દારૂનો જથ્થો કયાંથી આવ્યો અને કેટલાં સમયથી આ દારૂ અહીં વેચાતો તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here