માલિકને કારની રકમ ચૂકવવા વીમા કંપનીને આદેશ કરાયો

0
15
Share
Share

કારનું રજિસ્ટ્રેશન પુરું થઈ ગયું હોવાથી, યોગ્ય પાર્ક કરવામાં આવી ન હોવાનું કહી કંપનીએ ક્લેમ નકારી દીધો હતો

નવી દિલ્હી,તા.૨૯

સુશીલ કુમાર ગોદરાએ ૬,૧૭,૮૦૦માં બોલેરો કાર ખરીદી હતી. જેનો ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર એક મહિના માટે ૨૦ જૂનથી ૨૦ જુલાઈ સુધી માન્ય હતો. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સમાંથી આ કારનો વીમો લેવાયેલો હતો. ૨૮મી જુલાઈ, ૨૦૧૧એ સુશીલ કુમારે જોધપુરમાં એક ગેસ્ટ હાઉસની બહાર રાત્રે આ કાર પાર્ક કરી હતી, જ્યાંથી તે કાર ચોરાઈ ગઈ હતી તેમણે તાત્કાલિક કાર ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, કાર મળી આવી ન હતી, જેથી પોલીસે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧એ ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યો હતો. તે પછી સુશીલ કુમારે વીમા માટે ક્લેમ મૂક્યો હતો. જોકે, કંપનીએ ૨૩ જાન્યુઆરી ૨૦૧૩એ વીમા કંપનીએ એમ કહીને ક્લેમ નકારી દીધો હતો કે, તેમણે ચોરીની જાણ કરવામાં મોડું કર્યું હતું, તેમની કારનો ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર એક્સપાયર્ડ થઈ ગયો હતો અને કારની ચોરી થઈ ત્યારે કાયમી નંબર આવ્યો ન હતો. વીમા કંપની તરફથી એવું પણ કહેવાયું કે, ગેસ્ટ હાઉસની બહાર કાર પાર્ક કરવામાં આવી હતી, જે પોલિસીના નિયમોની વિરુદ્ધ છે. વીમા કંપની સામે સુશીલ કુમારે જિલ્લા ફોરમમાં અપીલ કરી હતી. વાહનનું માન્ય રજિસ્ટ્રેશન ન હોવાથી તેણે અપીલ ફગાવી દીધી હતી. રાજસ્થાન સ્ટેટ કમિશને નોંધ્યું કે, આ રીતના મામૂલી અને ટેકનિકલ કારણોના આધારે ક્લેમ નકારી શકાય નહીં, કેમકે પોલિસી ચાલુ હતી તે દરમિયાન કાર ચોરાઈ હતી તેણે યુનાઈટેડ ઈન્ડિયા કંપનીને આદેશ આપ્યો કે તે વીમા ધારકને વાહનની પૂરી રકમ ૯ ટકા વ્યાજ સાથે ચૂકવે અને કેસ લડવા થયેલા ખર્ચ પેટે રૂ. ૨૦,૦૦૦ ચૂકવે. યુનાઈટેડ ઈન્ડિયાએ આ આદેશ સામે રીવિઝન પીટિશન કરી હતી. નેશનલ કમિશને કહ્યું કે, માત્ર ચોરી થયાની જાણ મોડી કરવાના કારણે જેન્યુઅન ક્લેમને નકારી શકાય નહીં. વળી, ગેસ્ટ હાઉસમાં રોકાનારી એ વ્યક્તિ પાસે બહાર કાર પાર્ક કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. કાર લોક કરેલી હતી અને પાર્ક હતી, તેબાબત પણ કમિશને ધ્યાનમાં લીધી. કમિશને એ બાબત પણ નોંધી કે, માન્ય રજિસ્ટ્રેશન વિના વાહન ચલાવવું કાયદા વિરુદ્ધ છે, પરંતુ ટેમ્પરરી રજિસ્ટ્રેશનની અવધિ પૂરી થયા પછી તેને પાર્ક કરવી એ બાબત કોઈ કાયદાનો ભંગ નથી કરતી. પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું અને પોલિસી ચાલુ હોવાથી કમિશને કહ્યું કે, પાર્ક કરેલું વાહન ચોરી થયું તેનો વીમો પાસ થવો જોઈએ. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૦એ સી. વિશ્વનાથે વીમા કંપનીની રીવિઝન પીટિશન ફગાવી દીધી અને ક્લેમ સેટલ કરવાની બાબતને માન્ય રાખી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here