ગુજરાત વિધાનસભામાં કૃષિમંત્રીએ આપેલા પાક વીમા અંગેના આંકડા જાહેર

0
21
Share
Share

ગાંધીનગર,તા.૦૨

ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રીએ આપેલા વીમા અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ૨ વર્ષમાં ૭ વીમા કંપનીએ ગુજરાતમાંથી ૫૮૬૩ કરોડ રૂપિયા પ્રીમિયમ પેટે વસૂલ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ૭ વીમા કંપનીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી પ્રીમિયમ પેટે ૫૮૬૩ કરોડની રકમ વસૂલી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ પ્રીમિયમ પેટે વીમા કંપનીઓને ૮૫૮ કરોડ ચૂકવ્યા છે, જ્યારે વીમા કંપનીઓએ ખેડૂતોને વીમા પેટે માત્ર ૨૮૯૨ કરોડ જ ચૂકવ્યા છે. હજુ પણ અનેક ખેડૂતો જુના પાક વીમાથી વંચિત હોવાનું જાણવા મળે છે. વીમા કંપનીઓનો ૨ વર્ષનો નફો ૩૮૨૯ કરોડ રૂપિયા થયો છે. ૧૨ જિલ્લાના ૪૪,૧૦૫ ખેડૂતો ખરીફ પાક ૨૦૧૯ના પાક વીમાથી વંચિત છે.

સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ૨૬,૭૭૩ ખેડૂતો પાક વીમાથી વંચિત, ત્યારબાદ અનુક્રમે બનાસકાંઠામાં ૬૬૦ ખેડૂતો પાક વીમાથી વંચિત, અરવલ્લી જિલ્લામાં ૪૮૧૬ ખેડૂતો પાક વીમાથી વંચિત, ભાવનગર જિલ્લામાંથી ૧૧૦૬ ખેડૂતો પાક વીમાથી વંચિત, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૩૯૯૮ ખેડૂતો પાક વીમાથી વંચિત, જામનગર જિલ્લામાંથી ૧૪૭ ખેડૂતો પાક વીમાથી વંચિત, ગીરસોમનાથ જિલ્લામાંથી ૫૦૦૫ ખેડૂતો પાક વીમાથી વંચિત, મહેસાણા જિલ્લામાંથી માત્ર ૩ ખેડૂતો પાક વીમાથી વંચિત, સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૩૧૧ ખેડૂતો પાક વીમાથી વંચિત, વડોદરા જિલ્લામાંથી ૧૬૮ ખેડૂતો પાક વીમાથી વંચિત અને મોરબી જિલ્લામાંથી ૧૧૧૭ ખેડૂતો પાક વીમાથી વંચિત હોવાનું જાણવા મળી રહ્યું છે.

સતત વરસાદથી લીલા દુકાળ જેવી દશા ઉદ્દભવી રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અતિવૃષ્ટિથી તલ અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે. અનેક ખેડૂતે નાણાં વ્યાજે લઈને કરી વાવણી કરી છે. અતિવૃષ્ટિથી સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ અત્યંત સંવેદનશીલ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે રાજ્યના ખેડૂતોને પાક વીમો નહી મળે તો કેટલાંય ખેડૂતોને જમીન વેચવાનો વારો આવશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી છે. ભારે વરસાદના કારણે રાજ્યભરમાં મગફળી, કપાસ, કઠોળ અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. લીલા દુકાળની વ્યાખ્યામાં ૧૨૦ ટકા કરતા વધુ વરસાદ હોવો જરુરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here