માલવણ-ખેરવા હાઇવે પર જીવલેણ અકસ્માતઃ ૭ લોકો થયા જીવતા ભડથું

0
22
Share
Share

સુરેન્દ્રનગર,તા.૨૧
માલવાણ ખેરવા પાસે આવેલા રામાપીર મંદિર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પરે ઇકો કારને અડફેટે લેતા ૭ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ઇકો કારમાં આગ લાગી જતા અંદર બેઠેલા તમામ લોકો જીવતા બળીને ખાખ થયા છે. કાર એટલી હદે બળી ગઇ છે કે, તેમાં કેટલા સ્ત્રી અને પુરુષ હતા તે પણ ઓળખી શકાતા ન હતા. પરંતુ મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં ત્રણ બાળકો, બે મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો છે.
આ અંગે મળતી પ્રાથમિક મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના વારાહી તાલુકાના કોયડા ગામનો પરિવાર ચોટીલા મંદિરે દર્શને ગયા હતા. પરતા ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.જેમાં ૬ લોકો ઇકો કારમાં જીવતા ભૂંજાયા હતા. આ મૃતકોમાં બે બાળકો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, આ કારમાં ગેસ કીટ હતી જેના કારણે આગ લાગી હોય શકે છે. એફએસએલની ટીમ આવીને તપાસ કરશે. ગાડીની નંબર પ્લેટનાં આધારે આ લોકો ક્યાંના હતા તે અંગેની તપાસ કરવામાં આવશે.
મૃતકોનાં નામ
રમેશભાઈ મનસુખભાઈ નાયી(ઉ.વ. ૩૮) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
કૈલાશબેન રમેશભાઈ નાયી (ઉ.વ. ૩૫) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
સનીભાઈ રમેશભાઈ નાયી (ઉ.વ. ૧૨) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
મિતલબેન રમેશભાઈ નાયી (ઉ.વ. ૮) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
હરેશભાઈ ચતુરભાઈ નાયી (ઉ.વ. ૩૫) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ
તેજલબેન હરેશભાઈ નાયી (ઉ.વ. ૩૨) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ
હર્ષદભાઈ હરેશભાઈ નાયી (ઉ.વ. ૬) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here