માલપુરમાં દાદી ને ડાકણ કહ્યાની બોલા ચાલીમાં યુવકને ૪ લોકોએ માર માર્યો

0
49
Share
Share

માલપુર,તા.૨૭

માલપુરના ધોલેશ્વર ગામમાં યુવકના ઘરની નજીકમાં રહેતા શખ્સને “મારી દાદી ને ડાકણ કેમ કહો છો”તેમ કહેતાં ઉશ્કેરાઇ જઇ અન્ય ચાર શખ્સોએ લાકડી વડે યુવકને માર મારી ધમકી આપતા ફરિયાદ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ધોલેશ્વરમાં સુરેશભાઈ જીવાભાઈ ભરાડા તેના પરિવાર સાથે રાત્રે અગિયાર વાગે ઘરે આરામ કરતા હતા. ત્યારે નજીકમાં રહેતાં પરિવારના ઘરે બૂમાબૂમ થતાં સુરેશભાઈ ત્યાં ગયો હતો.

ત્યારે ચાર શખ્સોએ યુવકની દાદીને તુ ડાકણ છે અને તારો છોકરો પણ ડાકણો છે તેમ કહેતા યુવકે કહેવાનું ના પાડતા ચારે  શખ્સો ઉશ્કેરાઈ જઇ લાકડી વડે માર મારી ધમકી આપતા સુરેશભાઈ જીવાભાઈ ભરાડાએ માલપુર પોલીસમાં શંકરભાઈ ચેતનભાઇ ભરાડા, દિલીપભાઈ ચેતનભાઇ ભરાડા,  કાળુભાઈ પુનાભાઈ ભરાડા, લક્ષ્મણભાઈ પુનાભાઈ ભરાડા  વિરૂદ્ધ ગુનો નોંધાવતા માલપુર પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here