માર્ચ સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર સાથે જોડવા જરૂરી, સરકારનો આદેશ

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૧

૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે જોડી દેવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારામણે તમામ બેંકોને આ આદેશ આપ્યાં છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે, જે ખાતાને પાન કાર્ડ સાથે લિંક કરવાની જરૂરત છે, તેમણે પણ આગામી ૩૧ માર્ચ સુધી પાન સાથે લિંક કરવાનું કામ પુરુ થઈ જવું જોઈએ.

ઈન્ડિયન બેંક એસોસિએશન સાથે વર્ચ્યૂઅલ બેઠકમાં નાણામંત્રીએ કહ્યું કે, હજુ પણ એવા અનેક ખાતાઓ છે, જે આધાર સાથે લિંક નથી થયા. બેઠકમાં હાજર બેંકોના વરિષ્ઠ અધિકારીઓને સીતારમણે કહ્યું કે, હવે બેંકોએ નક્કી કરવું જોઈએ કે આગામી ૩૧ માર્ચ સુધી બેંકોના તમામ ખાતાઓ આધાર સાથે લિંક થવા જોઈએ. જરૂરિયાત જણાતા ખાતાઓને પાન સાથે લિંક કરવાનું કામ પણ આજ મુદ્દતમાં પુરુ કરી લેવું જોઈએ.

નાણામંત્રીએ કહ્યું કે, બેંકોએ રોકડ ચૂકવણીની જગ્યાએ પોતાના ગ્રાહકોને ડિજિટલ ચૂકવણી માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બેંકોએ ડિજિટલ ચૂકવણીની ટેક્નિક અપનાવવી જોઈએ અને યુપીઆઇથી ચૂકવણી સાથે તમામ ઉપાયોને ઉપયોગમાં લેવા જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here