મારું દુઃખ મારી પાસે રહેવા દે’ વૃદ્ધે પરિવારને સુવડાવી ગળેફાંસો ખાધો

0
27
Share
Share

અમદાવાદ,તા.૧

શહેરના રામોલ વિસ્તારમાં એક આધેડે ગળે ફાંસો  ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. આધેડે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેને કરોડો રૂપિયા આપ્યા હતા તે વ્યક્તિઓ પૈસા ચૂકવતા ન હતા અને ધમકીઓ આપતા હતા. વૃદ્ધને એવો પણ ડર સતાવી રહ્યો હતો કે તેમનું મર્ડર કરવા પાંચ હજારમાં આરોપીઓ ગુંડાઓ બોલાવી લેશે. જોકે, સમગ્ર બાબતે પુરાવાના આધારે પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રામોલમાં રહેતા દિલીપભાઈ શર્મા વટવા પોલીસ ચોકી સામે દુકાન ધરાવી વેપાર કરે છે. આ દુકાન પહેલા તેમના કાકા નારાયણભાઈ શર્મા ચલાવતા હતા. આ નારાયણ ભાઈના વર્ષો પહેલા છૂટાછેડા થઈ જતા ભત્રીજા દિલીપભાઈને પંદરેક વર્ષ પહેલા દત્તક લીધો હતો. દિલીપભાઈ તેમના કાકાની સાથે જ રાખતા અને તેમના કાકા નારાયણભાઈ વટવામાં ભાડે દુકાન રાખી સોપારીનો વેપાર કરતા હતા. તેઓ અવારનવાર કહેતા કે રાજકુમાર અગ્રવાલ પાસે તેમના બહુ નાણાં ફસાયેલા છે તે નથી મૂડી આપતો નથી કોઈ હિસાબ કરતો અને ધમકીઓ આપે છે.

ઓશિકા નીચેથી બે સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં રાજકુમાર અગ્રવાલ, તેનો પુત્ર મેનિશ અગ્રવાલ તથા ભાઈ વિષ્ણુ અગ્રવાલના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, આ લોકોએ નારાયણ ભાઈ પાસેથી ૧.૨૬ કરોડ રૂપિયા લીધા છે પણ ચૂકવ્યા નથી. તેઓના ડરથી તેઓ આપઘાત કરે છે. એટલું જ નહીં એ ત્રણેવ લોકો પાંચ હજારમાં યુપીથી ગુંડાઓ બોલાવી મર્ડર કરાવી શકે છે તેવી દહેશત પણ ચિઠ્ઠીમાં વ્યક્ત કરી હતી. સમગ્ર મામલે સ્યુસાઇડ નોટના પુરાવા આધારે રામોલ પોલીસે ત્રણ લોકો સામે આઇપીસી ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here