મારું એક જ લક્ષ્ય છે કોંગ્રેસને સત્તામાં લાવવી : હાર્દિક પટેલ

0
63
Share
Share

વર્ષ ૨૦૨૨ પહેલા ગુજરાતના ૧૬૦૦૦ ગામડાઓમાં ફરીશ અને પાર્ટીના કાર્યકર્તાઓને મળીશ : હાર્દિક પટેલ

અમદાવાદ, તા. ૧૨

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પર વરણી થયેલા હાર્દિક પટેલ ભલે કહે કે તેનું લક્ષ્ય ૨૦૨૨માં ગુજરાતમાંથી ભાજપને સત્તાના સિંહાસનથી ઉતારીને કોંગ્રેસને સત્તામાં લાવવાનું છે પરંતુ હકીકતમાં પહેલી ચેલેન્જ તો ગુજરાતમાં તૂટી રહેલી કોંગ્રેસને બચાવવાની અને આંતરિક કલહને થાળે પાડવાની છે. હાર્દિકે કહ્યું કે હું ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે રાજ્યના ૧૬૦૦૦ ગામડાઓમાં ફરીશ અને રાજ્યમાં કોંગ્રેસનો પાયો મજબૂત કરીશ. આગામી વિધાનસભા ચૂંટણીમાં મારું લક્ષ્ય કોંગ્રેસને સત્તા સ્થાને લાવવાનું છે.

  • મારી એક જ પ્રાથમિક્તા છે ગુજરાતમાં ૨૦૨૨માં કોંગ્રેસને સત્તાની દોરી આપવી અને મને વિશ્વાસ છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ આ લક્ષ્ય હાંસીલ કરશે. જ્યારે મારું હાલનું લક્ષ્ય ગુજરાતમાં આવી રહેલી પેટાચૂંટણીઓમાં કોંગ્રેસને વિજેતા બનાવવાનું છે.
  • હું ૨૦૨૨ પહેલા ગુજરાતના ૧૬૦૦૦ ગામડાઓમાં ફરીશ અને પાર્ટીના કાર્યકર્તાઓને મળીશ અને ગ્રામ્ય સ્તરથી પાર્ટીને મજબૂત કરીશ. અમે સમાજના ઉપેક્ષિત વર્ગો, ખેડૂતો અને યુવાનોનો અવાજ બનીશું.
  • ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા મારી સામે કરવામાં આવેલ ખોટા કેસના કારણે કદાચ બની શકે કે હું ચૂંટણી ન લડી શકું. જોકે હું ચૂંટણી લડવા પર નહીં પણ ૨૦૨૨માં કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવવા માટે ફોકસ કરી રહ્યો છું.
  • મને પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓનો સહયોગ અને માર્ગદર્શન છે. મારી પાસે એક ક્લિયર વિઝન છે અને અમે બધા સાથે મળીને કરીશું અને ભાજપને ચોક્કસ પણ રાજ્યમાં અને દેશમાં બંને જગ્યાએ હરાવીશું.
  • પહેલા હું સામાજીક આગેવાન હતો. હવે હું રાજકીય આગેવાન છું. હવે હું દરેકનો અવાજ છું. હું બેરોજગાર યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને જેમને પણ જરુરિયાત છે તે દરેક માટે કામ કરતો રહીશ. હું જ્ઞાતિ અને ધર્મના ભેદભાવ કરતો નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here