મારા પ્રોજેક્ટને નુકસાન ન કરે અને પોતાની સિરીઝનું નામ બદલી દે

0
20
Share
Share

મુંબઈ,તા.૨૧

ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર આજકાલ વિવિધ વિવાદોમાં ફસાતો જોવા મળી રહ્યો છે. નેપોટિઝમ વિવાદથી હજુ તેનો છુટકારો નથી થયો ત્યારે હવે તેના પર ટાઈટલ ચોરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ડાયરેક્ટર મધુર ભંડારકરે સોશિયલ મીડિયા ઉપર પોતાના એક ટ્‌વીટ દ્વારા હાહાકાર મચાવી દીધો છે. તેણે કરણ જોહર  ઉપર તેમની એક આવનારી ફિલ્મનું ટાઈટલ ચોરવાનો આરોપ લગાવ્યો છે. કરણ જોહરની વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. સિરીઝનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે. પરંતુ મધુર ભંડારકરનું માનીએ તો બોલિવૂડ વાઈફ્સ તેમના આવનારા પ્રોજેક્ટનું નામ છે.

મધુર ભંડારકરને એવું લાગવા લાગ્યું છે કે કરણની આ સિરીઝ રિલીઝ થઈ ગઈ તો તેમના આવનારા પ્રોજેક્ટને ભારે નુકસાન વેઠવું પડશે. આ કારણે તેણે સોશિયલ મીડિયા ઉપર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ટિ્‌વટમાં મધુર ભંડારકરે લખ્યું છે કે, કરણ જોહર અને અપૂર્વા મેહતાએ મને પૂછ્યું હતું કે શું તે પોતાની સિરીઝનું નામ બોલિવૂડ વાઈફ્સ રાખી શકે છે. મેં તેમને મનાઈ કરી હતી કારણ કે મારો એક પ્રોજેક્ટ આ જ નામથી રિલીઝ થવાનો છે. મધુર ભંડારકરે આગળ લખ્યું હતું કે, પોતાની સિરીઝનું નામ રાખી તેણે ખોટુ કામ કર્યું છે. મારી અપીલ છે કે મારા પ્રોજેક્ટને નુકસાન ન કરે અને પોતાની સિરીઝનું નામ બદલી દે. મધુર ભંડારકરનું આ ટિ્‌વટ વાયરલ થઈ ગયું છે. કરણ જોહર જેવા મોટા નિર્માતા પર આટલો ગંભીર આરોપ લાગતા દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે. કરણે પોતે હજુ સુધી આ આરોપ પર કોઈપણ પ્રતિક્રિયા આપી નથી. સુશાંતસિંહ રાજપૂતના મોત પછી કરણ જોહરની જિંગદીમાં ખુબ જ ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. ક્યારેક તેના પર નેપોટિઝમ ફેલાવવાનો આરોપ લાગ્યો છે તો ક્યારેક તે ડ્રગ્સ વિવાદમાં ફસાયો છે. હવે મધુર ભંડારકરે પણ તેને અલગ જ પ્રોબ્લેમમાં નાખી દીધા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here