મામી-ભાણીયાની મિલ્કતની લડાઈમાં મકાન ખરીદનારનારના પૈસા ફસાઇ ગયા

0
25
Share
Share

અમદાવાદ,તા.૩
મામી-ભાણીયાની મિલકતની લડાઈમાં મકાન ખરીદનારના રૂપિયા ફસાઈ જતા વિવાદ થયો છે. મકાન લેનારના પુત્રએ મકાનને સીલ કરાવનાર ભાણીયા પર હુમલો કર્યો. બનાવ અંગે વાડજ મથકે ફરિયાદ થઈ છે. મૃત માતાનું વડીલોપાર્જિત મકાન બે મામી અને મામાના પુત્રએ ભેગા મળી ખોટી વારસાઈ, પેઢીનામું અને વહેંચણી કરાર કરી વેચી માર્યું હતું. આ બાબતની જાણ થતા યુવકે એએમસી સહિતના વિભાગોને ફરીયાદ કરતા મકાનને સીલ વાગ્યું હતું. ન્યૂ રાણીપ શાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતો નિલેશ સુરેશ પટેલ એક દિવસ અગાઉ નવા વાડજ ગામ ભરવાડ વાસ પાસેથી પસાર થતો હતો.
તે સમયે બાબુ કરસન ભરવાડે નિલેશને રોકી કહ્યું કે, તે અમારા મકાનને સીલ મારાવ્યું છે, તારે ગામમાં આવવાનું નહી. બાદમાં ઉશ્કેરાયેલા બાબુએ નિલેશને ગડદાપાટુનો માર મારી લોખંડનો પંચ કાઢ્યો હતો. આ પંચ નિલેશને મોં પર મારતા હોઠ પર ઇજા થઈ હતી. નિલેશ દોડી વાડજ પોલીસ મથકે ગયો હતો. જ્યા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માસ્ટ હોસ્પિટલ ગયો હતો. આ અંગે વાડજ પોલીસે બાબુ કરસન ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
પોલીસ ફરિયાદમાં નિલેશે જણાવ્યું કે તેના મમ્મી સ્વ. ચંદ્રિકાબહેનનું વડીલોપાર્જિત મકાન મામાના પુત્ર ચિરાગ નવીન પટેલ, મામી વિમળાબહેન નવીન પટેલ અને મામી માયાબહેન દીનેશચંદ્ર પટેલએ ખોટી વારસાઈ, પેઢીનામુ અને ખોટો કૌટુંબિક વહેચણી કરાર કરી મકાન બારોબાર સોનલબહેન હસમુખ ભરવાડ અને કોકીલાબહેન કરશનભાઇ ભરવાડને વેચ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here