મામા ભાણીના સબંધને કલંક લગાડતી ઘટનાઃ ખુશીનો હત્યારો મામો જ નીકળ્યો

0
13
Share
Share

અમદાવાદ,તા.૧૬

સોલા વિસ્તારમાં ઘર નજીકથી શનિવારે સાંજે ગુમ થયેલી ૭ વર્ષની માસૂમ ખુશીનો હત્યારો મામો નીકળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ભાવેશ ઉર્ફે ભીખો નરોત્તમ મિસ્ત્રીની ધરપકડ કરીને ખુશી અપહરણ અને હત્યા કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે. માતાએ જેણે ધર્મનો ભાઈ બનાવ્યો તે ભાવેશને ખુશી મામા કહીને બોલાવતી હતી. તે દિવસે સાંજે ઘર પાસે રમતી માસૂમ ખુશી કોઈ ડર વગર મામા ભાવેશ સાથે ગઈ હતી. બાળકીને રિક્ષામાં બેસાડી વૈષ્ણોદેવી સર્કલ અને ત્યાંથી ચાલતાં ઓગણજ પાસે ઝાડીઓમાં આરોપી લઈ ગયો હતો. બાળકી સાથે આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કરતા માસુમે બુમો પાડી હતી. આરોપીએ બાળકીનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાંખી હતી.

સોલાના ગોતા હાઉસિંગ વિસ્તારમાં રાજેશ રાઠોડ તેમની પત્ની અને ૭ વર્ષની બાળકી ખુશી સાથે રહે છે. રાજેશભાઇ અને તેમના પત્ની મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશભાઈની ૭ વર્ષની પુત્રી ખુશી શનિવારે સાંજે ઘર પાસે રમતી હતી. જો કે મોડી સાંજે દીકરી ઘરે ના આવતા પરિવારજનોએ તપાસ કરી હતી. બાળકીનો કોઈ પતો ના લાગતા બનાવની જાણ સોલા પોલીસને કરવામાં આવી હતી.

સોલા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાળકીના અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સોલા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ બાળકીની શોધખોળમાં લાગી હતી. પોલીસે સમગ્ર ગોતા હાઉસિંગ વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. બાળકીની શોધખોળ માટે પીઆઈ જે.પી.જાડેજાએ મોટા ભાગના સ્ટાફને કામે લગાડ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here