માનવ તસ્કરી : એક મોટી સમસ્યા છે

0
20
Share
Share

માવ તસ્કરીના મામલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં તો આ સમસ્યા ખુબ ગંભીર બની ચુકી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં માનવ તસ્કરીની સ્થિતી સૌથી દેયનીય બનેલી છે. ભારતમાં તસ્કરી કરવામાં આવેલા દરેક પાંચ મામલામાં ત્રણ મામલા બાળકોના રહેલા છે. જે વધારે ચિંતા ઉપજાવે છે. ઇન્ડિયા સ્પેન્ડના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૦ના આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે સંખ્યામાં બાળકોના તસ્કરીના કેસ સપાટી પર આવ્યા છે. બંગાળમાં સૌથી વધારે હાલત કફોડી દેખાઇ છે. એટલે કે કુલ મામલામાં ૩૪ ટકા મામલાનો માત્ર બંગાળના રહ્યા છે. નેશનલ ક્રાઇમ રિકોર્ડ બ્યુરોના આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે આમાંથી ૮૬ ટકા એટલે કે ૨૬૮૭ યુવતિઓ નિકળી છે. વર્લ્ડ વિજન ઇન્ડિયાના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૫૯ ટકા કિશોરીઓને તસ્કરીથી બચાવી લેવાને લઇને કોઇ માહિતી નથી. ૭૨ ટકા લોકોને તો એ અંગે પણ માહિતી નથી જે તેમની મદદ કરી શકે છે. તસ્કરીનો શિકાર થયેલી ૫૦ ટકા મહિલાઓ જાતિય શોષણનો શિકાર થઇ રહી છે. ૨૬ ટકા જેટલી મહિલાઓ દેહ વેપારમાં બાળપણમાં ધકેલી દેવામાં આવે છે. બંગાળમાં એક મોટો હિસ્સો બાંગ્લાદેશ, નેપાળ, ભુટાણ,બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને સિક્કિમ તેમજ આસામની સરહદ સાથે જોડાયેલ છે. આના કારણે તસ્કરી વધારે સરળ બની જાય છે. રાજસ્થાનમાં પણ હાલત સારી નથી. બંગાળની વાત કરવામાં આવે તો અહીં વર્ષ ૨૦૨૦માં ૩૧૧૩ બનાવો બન્યા હતા. રાજસ્થાનમાં પણ ઓછા તસ્કરીના બનાવો રહ્યા ન હતા. રાજસ્થાનમાં ૨૫૧૯ જેટલા તસ્કરીના બનાવો બન્યા હતા. ગરીબી અને હતાશાના કારણે કોઇ પણ વ્યક્તિ બિનસુરક્ષિત અનુભવ કરે છે. ગરીબી અને હતાશા લોકોને બિનસુરિક્ષત પ્રવાસ તરફ ખેંચી જાય છે. જ્યાં આ હતાશ અને દુખી લોકો વધારે મુશ્કેલીમાં મુકાઇ જાય છે અને માનવ તસ્કરીનો શિકાર થઇ જાય છે. યુવતિઓ અને મહિલાઓ તો દેહ વેપારનો શિકાર થઇ જાય છે. આ આંકડો ૨૬ ટકાની આસપાસ રહે છે. ૫૦ ટકા કરતા વધારે મહિલાઓ જાતિય શોષણનો શિકાર થઇ જાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૦માં ભારતમાં ૧૫૩૭૯ લોકોની તસ્કરી ભારતમાં થઇ હતી. જે પૈકી ૫૪ ટકા તો મહિલાઓ હતી. મહિલાઓની સંખ્યા આમાંથી ૪૯૧૧ જેટલી નોંધાઇ છે. આવી જ રીતે ૪૬ ટકા યુવકોની તસ્કરી કરવામાં આવી છે. આ સંખ્યા ૪૧૨૩ જેટલી છે. રિપોર્ટ તસ્કરી માટે જુદા જુદા કારણ દર્શાવે છે. જે પૈકી એક કારણ લગ્નની લાલચ પણ છે. વર્લ્ડ વિજન ઇન્ડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દેહ વેપાર માટે થતી તસ્કરીમાં મોટા ભાગે પહેલા લગ્ન કરવાની લાલચ આપવામાં આવે છે. આ મામલા બોયફ્રેન્ડની સાથે ભગાડી દેવાના મામલા સામેલ છે. યુવતિઓને લગ્ન કરવાની અને નોકરી આપવાની લાલચ આપીને ફસાવી દેવામાં આવે છે. આ દિશામાં વધારે સક્રિયતા સાથે આગળ વધવાની જરૂર છે. કાયદાઓને વધારે કઠોર રીતે લાગુ કરવા અને પોલીસ વધારે ગંભીરતા સાથે આગળ વધે તે જરૂરી છે.  શકમંદો પર નજર રાખવાની પણ જરૂર દેખાઇ રહી છે. માનવ તસ્કરી આજની સમસ્યા નથી. વર્ષોથી આ સમસ્યા રહેલી છે. પરંતુ આને રોકી પણ શકાય છે. આના માટે મજબુત ઇચ્છાશક્તિ અને યોગ્ય કાયદાને અમલી કરવાની જરૂર દેખાઇ રહી છે. માનવ તસ્કરીના કેસો કઇ રીતે રોકી શકાય તેને લઇને સંબંધિત વિભાગોમાં ચર્ચા થઇ રહી છે. સાથે સાથે જુદા જુદા રાજ્યો દ્વારા પગલા પણ લેવામા ંઆવી ચુક્યા છે. પરંતુ આની અસર દેખાઇ રહી નથી. માનવ તસ્કરીનો શિકાર મોટા ભાગે ગરીબ બાળકો અને ગરીબ પરિવાર વધારે બને છે. કારણ કે આવા પરિવારના લોકો તેમના બાળકોને નોકરી અને અન્ય લાલચમાં અન્યત્ર મોકલી દે છે. માનવ તસ્કરીમાં સામેલ લોકોના સકંજામાં આ પરિવારના લોકો સરળતાથી આવી જાય છે. જ્યારે વાસ્તવિકતા ખુલે છે ત્યાર સુધી તો ખુબ મોડુ થઇ જાય છે. દેશમાં માનવ તસ્કરીના ૧૫ હજારથી વધારે મામલા બની ચુક્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here