માનવસર્જીત ગ્લોબલ વોર્મિંગ

0
17
Share
Share

આવતીકાલના વૈશ્વિક તાપમાનનો વધારો આપણે અત્યારે શું કરીએ છીએ કે શું વાપરીએ છીએ તેના પર આધારિત છે.તજ્જ્‌ઞાએ ૨૧૦૦માં માનવ સભ્યતાના ચાર ભવિષ્યોની પરિકલ્પના કરી છે.ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન કલાઇમેટ ચેન્જ (આઇપીસીસી)નો તાજેતરનો અહેવાલ ચોંકાવનારો છે. પૃથ્વીની આબોહવા બદથી બદતર શરૃ જઈ રહી છે. તેનું કારણ માનવીની પ્રવૃત્તિઓ જ છે.વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને બીજી ગ્રીનહાઉસવાયુઓનો પ્રમાણ વધી રહ્યું છે એને પરિણામે પૃથ્વીનું સરેરાશ તાપમાન ઊંચે જઈ રહ્યું છે જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે.

સપ્ટેમ્બર ૨૦૧૭ના છેલ્લા અઠવાડિયામાં આપણે સાંભળ્યું કે ૨૧૦૦માં પૃથ્વી વીસમી સદીના અંતમાં હતી તેના કરતાં ૦.૩ થી ૪.૮ અંશ સેલ્સિયસ વધારે ગરમ થનાર છે. આઇપીસીસીના અહેવાલનો આ એક ચાવીરૃપ સંદેશ છે.આપણે જાણીયે છીએ કે રોજીંદાના તાપમાનમાં અને ઋતુએ ઋતુના તાપમાનમાં તો મોટા ફેરફારો થતાં હોય છે. પરંતુ અહીં દુનિયા સરેરાશ તાપમાનની વાત છે.તેને ગ્લોબલ ટેમ્પરેચર પણ કહે છે. ગ્લોબલ ટેમ્પરેચરમાં ત્રણથી ચાર અંશનો ઘટાડો થાય તો પૃથ્વી પર હિમયુગ છવાય જાય અને વધારો થાય તો ધુ્રવ પ્રદેશોના બરફ પીગળી જતાં હતાં.અહીં આઇપીસીસીના અહેવાલમાં ૨૧૦૦માં ગ્લોબલ ટેમ્પરેચર અર્થાત્‌ વૈશ્વિક તાપમાન ૦.૩ થી અને ૪.૮ અંશ સેલ્સિયસ વચ્ચે વધવાની સંભાવના છે. અહીં પ્રશ્ન થાય કે ૦.૩ થી ૪.૮ અંશ સેલ્સિયસનો આટલો મોટો ગાળો શા માટે ? તેનું કારણ એ છે કે તાપમાનનો વધારો આપણે અત્યારે શું કરવાનું પસંદ કરીએ છીએ તેના પર આધારિત છે. આપણી ઊર્જા અને આપણો ખોરાક ક્યાંથી આવે છે ? કેવા પ્રકારના મકાનોમાં આપણે રહીયે છીએ ?કેવા પ્રકારની કાર આપણે ચલાવીયે છીએ ? અને પૃથ્વી પર કેટલા માણસોની વસ્તી છે ?આ બધી પસંદગીમાંથી તમે શું નિશ્ચિત કરો છો તેના પરથી પૃથ્વી આજની જે પરિસ્થિતિમાં છે તેમા લગભગ ’જૈસે થે’ રહેશે કે નહીં તે નક્કી થશે… અથવા તો સમુદ્રની સપાટીના લેવલ ઉંચા જતા જમીનના મોટા વિસ્તારો જેવા કે ફલોરિડા, બાંગ્લાદેશ ગળી જશે ? બીજી બાજુથી જગતનો મોટો ભાગ રહેવા માટે સૂકોભઠ્ઠ થઈ જાય?આબોહવા વિજ્ઞાનીઓ માનવ સભ્યતા કેવી ઉત્ક્રાંતિ પામશે તે સમજવા જુદા જુદા વિકલ્પોનો તેના વર્ણનમાં સમાવેશ કરે છે. તેમના મોડેલોમાં ફીટ કરે છે જેથી જાણી શકાય કે દરેક ચિત્રણમાં આબોહવા કેવી હોઈ શકે ? આ રીતે ૨૧૦૦માં માનવસભ્યતાના ચાર ભવિષ્યોની પરિકલ્પના કરી છે.તજજ્ઞોએ અમુક ચાવીરૃપ મુદ્દા પસંદ કર્યા છે અને ચિત્રણો (સીનેરિયો) આપ્યા છે. દરેક ચિત્રણમાં માનવ સભ્યતાની તસ્વીરની રૃપરેખા આપી છે.

ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા ઘણા મોડેલો તૈયાર થઈ શકે છે. પરંતુ અત્રે આબોહવાના મોડેલ તૈયાર કરતાં તજ્જ્‌ઞાો સાથે પરામર્શ કરી ચાર મોડેલો આપ્યા છે. પૃથ્વીની આબોહવા બદમાંથી બદતર થતી બચાવવા શું ઉપાયો યોજી શકાય તે આ મોડેલોમાં વર્ણવેલ છે.પહેલી પરિકલ્પના જીઓ ઈજનેરીની સુરક્ષા છે.

જગતની વસ્તી નવ અબજ ધારી લઈએ છીએ અને જગતનો ઊર્જા વપરાશ આઠસો અબજ અબજ જુલ છે (’જૂલ’ ઊર્જાનો એકમ છે એટલે કે માપ છે) અને વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડની સાંદ્દતા ૪૦૦ (પીપીએમ) છે (દશ લાખનો ૪૦૦માં ભાગ) બીજી રીતે કહીએ તો વાતાવરણના દશ લાખ અણુઓમાં ૪૦૦ અણુ કાર્બન ડાયોકસાઈડના હશે. જો સાંદ્રતા ઘટવામાં છે આ એક સીનેરિયો અર્થાત્‌ ચિત્રણની પરિકલ્પના છે.આ સીનેરિયામાં આપણે ૨૧મી સદીની શરૃઆતમાં જ પગલાં લીધા. આપણે પુનઃ પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો (રીન્યુએબલ એનર્જી)માં આક્રમક રીતે રોકાણ કર્યું અને જીઓ ઈજનેરીમાં નિર્ણાયક રોકાણ કર્યું. આ ગ્લોબલ વોર્મિંગને નિયંત્રણ કરવા એક નવો વિચાર ’જીઓ એન્જીનીયરીંગ’ છે.આમ તો પ્રકૃતિ સાથે ચેંડા કરવા જેવી વાત છે. તેમ છતાં તેને અજમાવી શકાય તે માટે ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આકાશમાં સફેદ વાદળાઓ રચીને સૂર્યને ઢાંકી દેવો, કાર્બન ડાયોકસાઈડને શોષે તેવા કૃત્રિમ વૃક્ષો ઉભા કરવા, કાર્બન ડાયોકસાઈડ શોષી લેતા સામુદ્રિક સૂક્ષ્મજીવો પ્લાન્ટન્કરજીની વૃદ્ધિ કરવી વગેરે ઉપાયો જીઓ એન્જીનીયરીંગમાં આવે છે.એ સહેલું નથી પરંતુ સંશોધન અને વિકાસ (રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)માં મોટું રોકાણ કરી આપણે એવા તંત્રો ઉભા કર્યા છેકે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઈડ શોષે છે અને ભૂર્ગભમાં તેનો સંગ્રહ કરે છે. સાથે સાથે આપણે પુનઃ પ્રાપ્ય ઊર્જા પાછળ મોટું રોકાણ કર્યું છે અને આપણે ફોસિલ ઈંધણને આપણાથી લગભગ છોડાવી દીધું છે. તેનું ચોખ્ખુ પરિણામ એ આવ્યું કે કાર્બન ડાયોકસાઈડનું વાર્ષિક ઉત્સર્જન ખૂબ જ ઘટી ગયું અને પરિણામે કાર્બન ડાયોકસાઈડની વાતાવરણમાં સાંદ્દતા ઘટવા લાગી.આમ થવા માટે નિર્ણાયક પરિબળ બાયો-એનર્જી પાવર પ્લાન્ટ્‌સના ફેલાવા સાથે કાર્બન સ્ટોરેજની સુવિધા છે. આ જીઓએન્જીનીયરીંગનું હળવું સ્વરૃપ છે.

આપણે વૃક્ષો અને છોડવાઓ બાળવા માટે અને વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઉગાડયા. તે જેમ જેમ ઉજરતા ગયા તેમ તેમ વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઈડ તે શોષતા ગયા, આપણે જ્યારે વૃક્ષોને બાળીયે ત્યારે ઉદ્ભવતા ગ્રીન હાઉસ વાયુઓને પકડયા અને તે વાયુઓને ભૂગર્ભમાં ઉંડે ભૂસ્તરીય સાંધાઓમાં મૂક્યા, તે ત્યાં સદીઓ અને વધારે સમય માટે ભંડારાયેલા રહેશે.વૈશ્વિક તાપમાન ૨૦૫૦ના સ્તરે વધતું અટકી ગયું છે અને આર્કટીકના સમુદ્રના બરફમાં થતો ઘટાડો પણ અટકી ગયો છે. મહાસાગરનું તેજાબીકરણ ધીમું પડયું છે. અલબત આરંભના ઉર્ત્સજનોને કારણે તંત્રમાં જે ગરમી સંગ્રહ પામી છે તેના કારણે સમુદ્રની સપાટીનું લેવલ હજુ વધી રહ્યું છે.તાપમાનનો વધારો ૦.૩ થી ૧.૭ અંસ સેલ્સીયસ છે.પાણીની તંગી તીવ્ર બને છે. જાતિઓ લુપ્ત થવાનું જોખમ વધે છે, કમજોર કરતી આરોગ્યની અસરો થઈ છે.સમુદ્રની સપાટીનું લેવલ ૦.૨૬ – ૦.૫૫ મીટર થશે.આ તજજ્ઞાોના મતે પ્રથમ સીનેરિયો છે. અલબત્ત તે પરિકલ્પના છે. આઈપીસીના ૨૦૦૦માં પ્રસિદ્ધ કરાયેલ આબોહવાના વર્ણન અને આબોહવાના મોડેલ તૈયાર કરનાર તજ્જ્‌ઞાો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલ પરિકલ્પના છે.હવે બીજું ચિત્રણ અથવા સીનેરિયોને જોઈએ. ધારો કે જગતની વસ્તી ૮.૫ અબજ છે. જગતમાં ઊર્જા વપરાશ એક હજાર અબજ અબજજૂલ છે. વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડની સાંદ્દતા ૫૫૦ પીપીએમ માત્રાએ સ્થિર છે. આમ ઉપરોક્ત સીનેરિયોની સરખામણીમાં વસ્તી ઓછી છે પણ ઊર્જા વપરાશ વધુ છે અને કાર્બન ડાયોકસાઈડની સાંદ્દતા વધુ છે.તેનું કારણ એ છે કે આપણે પુનઃ પ્રાપ્ય ઊર્જા તરફ બદલાવમાં અને આબોહવાનો આંતરરાષ્ટ્રીય સમજૂતિઓના અમલમાં આપણે વિલંબ કર્યો છે.સમગ્ર રીતે જોતા ૨૧૦૦માં આપણે ૨૦૧૩ કરતાં વધારે કાર્ય ક્ષમતા ધરાવતો સમાજ છીએ. આપણે ૨૦૧૩ના પ્રમાણમાં ઓછી ઊર્જા વાપરીએ છીએ અને વધારે ઉત્પાદન વધારવા વધારે ઓછા પદાર્થો વાપરીએ છીએ. આપણે સારા ’રીસાઈકલર’ (પુનઃ ચક્કા કરનારા એટલે પદાર્થોનો ફરી ફરી ઉપયોગ કરનારા) છીએ. તે બધુ કુદરતી સંપત્તિના વધારે સારા પ્રબંધને કારણે છે.

સદીની શરૃઆતમાં કુદરતી વાયુ આપણી પસંદગીનું વચગાળાનું ઈંધણ હતું. હવે મોટા ભાગની આપણી ઊર્જા પુનઃ પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો અને ન્યૂક્લિયર ઊર્જામાંથી આવે છે. પ્રોત્સાહનો અને વધારે સારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો અર્થ ગ્રીન ટેકનોલોજીનો ઝડપથી ફેલાવો છે. ગ્રીન ટેકનોલોજીનો અર્થ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્પન્ન કરે અથવા ઓછા ઉત્પન્ન કરે તેવી ટેકનોલોજી છે.આપણે લો-કાર્બન ઈકોનોમી અર્થાત્‌ ઓછા કાર્બનનો ઉપયોગ કરતી અર્થવ્યવસ્થામાં બદલાવ કરેલ છે. આપણે ૨૦૧૩ કરતાં ઘણું ઓછું માંસ ખાઈએ છીએ. પશુપાલનની ખેતીથી જે વાયુનું ઉત્સર્જન થતું હતું તેમાં ઘટાડો થયો છે. પશુપાલનમાં મિથેન વાયુનું અને કાર્બન ડાયોકસાઈડનું ઘણું ઉત્સર્જન થાય છે. તેથી ચરિયાણાના વિસ્તારો ઓછા થયા છે અને કૃષિ વધારે કાર્યક્ષમ થઈ છે. જંગલો વધી રહ્યા છે અને તેના કારણે જગત આખામાં વૃક્ષોમાં સંગ્રહ પામતો કાર્બન ડાયોકસાઈડ વધ્યો છે.આપણે સુસંબદ્ધ (કોમ્પેક્ટ) શહેરોમાં વસીએ છીએ. પબ્લીક ટ્રાન્સપોર્ટ શ્રેષ્ઠ છે. જેથી વાયુનું ઉત્સર્જન મર્યાદિત થાય છે. અલબત્ત વૈશ્વિક તાપમાન અને સમુદ્રની સપાટીનું લેવલ ઉંચે ગયા છે. પરંતુ આબોહવા બદલાવાના વધારે આત્યંતિક પરિણામો આવ્યા નથી.તાપમાનના વધારાની રેન્જ ૧.૧-૨.૬ અંશ સેલ્સિયસ રહી છે અને સમુદ્રની સપાટીનું લેવલ ૦.૩૨-૦.૬૩ મીટરની રેન્જમાં ઉંચે ગયું છે.૨૧૦૦માં આવનારા આબોહવા બદલાવનો આ બીજો સીનેરિયો છે.હવે ત્રીજા સીનેરિયોની પરિકલ્પના જોઈએ. ધારો કે ૨૧૦૦માં વસ્તી સાડા નવ અબજ છે. વૈશ્વિક ઊર્જાનો ઉપયોગ ૮૦૦ અબજ અબજ જૂલ છે. વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડની સાંદ્દતા ૬૫૦ પીપીએમ છે અને તે વધવા તરફ છે.આપણે ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનમાં કાપ મુક્યો છે પણ તે કાપ ૨૧૦૦ના છેવટના ભાગમાં મૂક્યો છે.૨૧૦૦ની પ્રથમ અર્ધી સદીમાં તો જેમ ચાલે છે તેમ ચાલ્યું છે. આપણે ફોસિલ ઈંધણ પર અત્યંત આધાર રાખ્યો છે.આપણે આપણી જીવનશૈલીમાં અને આપણા ૧૫ રાસમાં કોઈ નાટકીય ફેરફારો કર્યા નથી.તે પછી સદીના મધ્યભાગમાં આબોહવા બદલાવના પરિણામો અવગણી ન શકાય તેટલી હદે સામે આવી ગયા. પરિણામે આપણી સરકારો ગ્રીન હાઉસ વાયુનું નિયમન કરવા કેટલીક બિનમહત્ત્વાકાંક્ષી નીતિઓ ધીમે ધીમે દાખલ કરવા લાગી.૨૧૦૦ના આ ત્રીજા સીનેરિયો મુજબ આપણે હવે ધીમે ધીમે ગ્રીન ઊર્જાના પુરવઠા (ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન કરે તેવા અથવા ઓછું કરેતેવા પૂરવઠા) તરફ આગળ વધવા આપણે રસ્તો કરી રહ્યા છીએ. ખનીજ તેલનો વપરાશ કેટલાક દાયકા પહેલા ઘટવા લાગ્યો.પરંતુ ૭૫ ટકા ઊર્જા હજુ ફોસિલ ઈંધણમાંથી આવે છે. ૨૦૧૧માં ફોસિલ ઈંધણનો વપરાશ હતો તેના કરતાં બહુ ઓછો વપરાશ નથી.આપણી નિષ્ક્રિયતાને લીધે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. તેવી રીતે સમુદ્રની સપાટીનાં લેવલ પણ વધી રહ્યા છે. આ સીનેરિયોના મોડેલ કહે છે કે કેટલાક વધારે દાયકા તે વધવાના ચાલુ રહેશે.વૈશ્વિક તાપમાનની રેન્જ ૧.૪-૩.૧ અંશ સેલ્સિયસ છે. સમુદ્રની સપાટીના લેવલ વધવાની રેન્જ ૦.૩૩ થી ૦.૬૩ મીટર છે.હવે ચોથો સીનેરિયો જોઈએ. ધારો કે જગતની વસ્તી ૧૨.૫ અબજ છે. વૈશ્વિક ઊર્જા વપરાશ ૧.૭૫ હજાર અબજ અબજ જૂલ છે. વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડની સાંદ્દતા ૯૫૦ પીપીએમ છે અને તે વધી રહેલ છે.

જગતની આર્થિકસ્થિતિમાં તેજી આવી છે અને તડાકો બોલ્યો છે.પરંતુ તેને કોલસો અને ખનીજ તેલ ઈંધણ પૂરૃં પાડે છે. આખી સદી દરમ્યાન ઝડપથી વસ્તી વધી રહી છે અને કંઈક ન વધ્યું ન હોય તેટલા પ્રમાણમાં ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન વધ્યું છે. આ વૈશ્વિકરણ પામેલા, હાઈટેક અને વધારે પડતાં વપરાશવાળા ભવિષ્યમાં આપણું સ્વાગત થયું છે. હજુ આપણે ફોસિલ ઈંધણને વળગેલા છીએ. ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન બધી પર્યાવીઓ તોડીને ઉપર ગયું છે.માનવીનું આરોગ્ય અને પર્યાવરણ તેના ભોગ બન્યા છે. જીવોના વૈવિધ્ય તૂટી પડતાં પરિસ્થિતિક તંત્રની મળતી સામાન્ય સેવાઓ (ઈકોસિસ્ટમ સર્વીસીઝ) પર જોખમ ઉભું થયું છે. વરસાદ અને નદીઓ જેવી પાણીના જુની ચરણ હરીસાઈકલીગ પ્રક્રિયા તેમજ પરાગનયન જેવી કુદરતી પ્રક્રિયા પર જોખમ ઉભું થયું છે.આપણી મોટા ભાગની ઊર્જા ફોસિલ ઈંધણમાંથી આવે છે જેમાં પણ કેટલાક બિન પરંપરાગત સ્ત્રોતો છે. દાખલા તરીકે મીથેન કલેથ્રેરલ (જેને ફાયર આઈસ પણ કહે છે, પાણીની સ્ફટિક રચનામાં કેદ થયેલ મીથેન), ટાર સેન્ડ અર્થાત્‌ ડામરી રેતી. અને શેલ-ગેસ ડીપોઝીટ આવે છે.અલબત્ત કોલસો તો હજુ ચાલુ જ છે. આપણે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોમાં નોંધપાત્ર રોકાણ કર્યું નથી, વૈશ્વિક સ્તરે ૨૦૧૩ કરતાં ૨૧૦૦માં વધારે માંસ ખાઈએ છીએ અને ડેરી નીપજો આહારમાં લઈએ છીએ.પરિણામ સ્વરૃપ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન અને તાપમાન ઝડપથી વધી રહ્યા છે.દુષ્કાળ અને પૂર હોનારતો વારંવાર આવે છે અને વધારે અને વધારે માનવ જીંદગીઓનો ભોગ લે છે.મહાસાગરનું તેજાબીકરણ તીવ્ર છે અને વધારે બગડી રહ્યું છે. કેટલાક દાયકાઓથી આર્કટીકમાં ઉનાળામાં બરફ હોતો નથી.વૈશ્વિક તાપમાનની રેન્જ ૨.૬-૪.૮ અંશ સેલ્સિયસ છે અને સમુદ્રની સપાટીના લેવલ ૦.૪૫-૦.૮૨ મીટરની રેન્જમાં વધે છે.અમે ૨૧૦૦માં તજ્જ્‌ઞાએ ચાર દ્રશ્યો (સીનેરિયો) આપ્યા છે તે પરિકલ્પનાઓ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here