વેરાવળ, તા.૨૧
ગીર સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીને મળેલ સાદી અરજીના કારણે તાલાળા તાલુકાના માધુપુરગીર ગામે સગીર બાળકીના લગ્ન હોવાની માહિતી મળી હતી. આ માહિતીને આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.આર.મૌર્ય અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા તાલાળા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને સ્થળ પર જઈ તપાસ કરતા બાળ લગ્ન હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી બાળ લગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ ની ઉદાહરણ સાથેની સમજણ આપી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. તેમ બાળ સુરક્ષા અધિકારી પ્રિયંકાબેન પરમારની યાદીમાં જણાવાયું છે.