માધવગઢ ગામના સાતપીંપીળાથી સોળાપુરા સુધીના રોડનું ધારાસભ્ય શંભુજી ઠાકોરે કર્યું ખાતમુહુર્ત

0
28
Share
Share

ગાંધીનગર,તા.૩

ચોમાસાની શરૂઆતથી જ રાજ્યમાં રોડ-રસ્તામાં ખાડાઓની સમસ્યાઓ ઉભી થઇ હતી. લોકોએ રાજ્ય સરકારને આ રોડ રસ્તાઓને લઈને અનેક રજુઆતો પણ કરી હતી. આખરે સરકારે નિર્ણય કર્યો હતો કે ચોમાસાના અંતમાં રોડ રસ્તાઓનું સમારકામ તથા નવીનીકરણ શરૂ કરવામાં આવશે.

આજ રોજ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરના વરદ હસ્તે ગાંધીનગર તાલુકાના માધવગઢ ગામના સાતપીંપીળા વિસ્તારથી સોળાપુરા ગામ સુધી પાકા રોડનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું છે. આ રોડને લઇ ઘણા સમયથી ગામના લોકોએ ધારાસભ્ય શંભુજી ઠાકોરને રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઇ ધારાસભ્ય શંભુજી દ્વારા આજ રોજ આ પાકા રસ્તા માટેનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં માધવગઢ ગામના ભાજપના વરિષ્ટ કાર્યકર્તા દશરથજીના હસ્તે આ મુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, માધવગઢ ગામના આગેવાનો થતા ગામના ભાજપના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાને પાલન કરવામાં આવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here