માતા તનુજાના બર્થ ડે પર કાજોલે તસવીર શેર કરી

0
24
Share
Share

મુંબઈ, તા.૨૪

બોલિવુડ એક્ટ્રેસ કાજોલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ફોટોશૂટની તસવીરો, સેલ્ફી અને વીડિયો શેર કરતી રહે છે. આજે એક્ટ્રેસની મમ્મી તનુજાનો બર્થ ડે છે, ત્યારે તેણે તેમની સાથેની તસવીરો શેર કરીને શુભેચ્છા પાઠવી છે. કાજોલે શેર કરેલી તસવીરમાં મા-દીકરી બંને સુંદર લાગી રહી છે. તસવીરમાં બંને સાડીમાં જોવા મળી રહ્યા છે. કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું છે કે, ’જ્યારે હું તમારી સાથે હોઉ છું ત્યારે લાગે છે કે હું આર્મી સાથે ઉભી છું. તેવી વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા જેમણે મને મહિલાના દરેક અવતાર દેખાડ્યા. લડવૈયા, પત્ની, માતા, બહેન, મહિલા, હ્યુમન અને ધૈર્ય. હેપ્પી બર્થ ડે મમ્મી. લવ યુ સો મચ. તમે મને દીકરી તરીકે પસંદ કરી તે માટે હંમેશા-હંમેશા માટે આભારી રહીશ. તસવીરમાં કાજોલ પ્રિન્ટેડ બ્લાઉઝ અને સાડીમાં સુંદર લાગી રહી છે. જ્યારે તનુજાએ બ્રોન્ઝ સાડી પહેરી છે અને સાથે પર્લ નેકલેસ પહેરીને પર્ફેક્ટ લૂક આપ્યો છે. તનીષા મુખર્જીએ પણ મમ્મીની ઘણી બધી થ્રો બેક તસવીરો શેર કરીને તેમને બર્થ ડે વિશ કર્યું છે. આ સાથે તેણે લખ્યું છે કે, ’હેપ્પી બર્થ ડે મમ્મી, તમે મસ્તીખોર છો, તમે મોહકતા છો, તમે પ્રેમ છો, તમે પ્રકૃતિ છો, તમે મારી દુનિયા છો. લવ યુ મમ્મી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કાજોલ છેલ્લે ઓમ રાઉતની ફિલ્મ તાન્હાજીઃ ધ અનસંગ વોરિયરમાં અજય દેવગણ, સૈફ અલી ખાન, નેહા શર્મા અને શરદ કેલકર સાથે જોવા મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here