માણાવદર : ભર ચોમાસે સુવિધા વગર સફાઈ શ્રમિકો પાસે કામગીરી કરાવતુ પાલિકા તંત્ર

0
11
Share
Share

છેલ્લા બે માસથી દવા છંટકાવ થયો નથીની ફરીયાદ

માણાવદર, તા.૨૫

માણાવદર પાલીકાની છાશવારે સરેઆમ લાપરવાહીમાં વધુ એક ઉમેરો પ્રજા સમક્ષ ખુલ્લો થયો છે દર વર્ષે ચોમાસા પૂર્વે દોઢ માસ પહેલા શહેરના તમામ વોકળા-ગટરોની સફાઈ થઈ જવી જોઈએ તે માટે ગ્રાન્ટ આવે છે જેમાં પાલિકાના બેપરવાહ અને ૩૫ હજારની જનતાની જીંદગી સાથે સરેઆમ ખીલવાડ કરી રહયાની આમ જનતામાંથી વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે જે ચોમાસા પૂર્વે કામગીરી કરવાની હોય તે કામગીરી હવે ચોમાસુ ચાલુ થયા બાદ કરીને પણ જે સફાઈ કામદારો સફાઈ કરે છે તેને એક પણ સુરક્ષાના સાધનો વગર જ કામગીરી કરાવીને સફાઈ કામદારોની જીંદગી સાથે ચેડા કરી રહયા છે. બુટ-મોજા કે માસ્ક વગર, જરૂરી સાધનો જ નથી એક બાજુ આધુનીક સાધનો છે જેસીબી જેવા સાધનોથી સફાઈ થવી જોઈએ તેવા સાધનો કયાં ગયા ? સાથે-સાથે કોન્ટ્રાકટ સફાઈનો જે હાલ ગટરો ચોમાસામાં સફાઈ કરાવાય છે. તેની જાહેરાત આપી કે કેમ ? તે  ૫ હજારથી વધુની કામગીરી જાહેર નોટીસથી ટેન્ડરો મંગાવીને કામગીરી કરવાની હોય છે તે કરી કે કેમ ? છેલ્લા ઘણા સમયથી દવા છંટકાવ કર્યા નથી ? તેની તપાસ કરાવવા આમ જનતામાંથી માંગ ઉઠવા પામી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here