માણાવદર : ફાયનાન્સ કંપનીનાં રીકવરી મેનેજરને બે શખ્સોની ધમકી

0
14
Share
Share

જુનાગઢ, તા.૧૫

માણાવદર ફાયનાન્સ કંપનીમાંથી ગોલ્ડ લોન પેટેના રૂા.૬.૯૦ હજાર નહીં ચૂકવીને લોનધારક બે આરોપીઓએ બ્રાંચ મેનેજર તથા બ્રાન્ચના કર્મીને બ્રાન્ચ સળગાવી દેવાની ધમકી આપતા વિશ્વાઘાત કરી આતંક મચાવ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે માણાવદર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આઈઆઈએફએલ ફાયનાન્સ કંપની લિમિટેડના ધ્રુવભાઈ કિરીટભાઈ પંડયાએ માણાવદરના વેળવા ગામના મહેશભાઈ રાણાભાઈ મરેઢ, મનોજભાઈ વાલાભાઈ ડાંગર સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકના ૧૦.૯૦ લાખની લોન ટ્રાન્સફર કરવા બ્રાંચ મેનેજર અલ્પેશ પરમાર સાથે મળી પ્રથમ ૫,૯૦,૦૦૦ તેમજ આરોપીઓના પાંચ લાખ મળી કુલ ૧૦ લાખ ૯૦ હજારની લોન આઈસીઆઈસીઆઈ બેંકમાંથી પુરી કરી આરોપીઓએ આઈઆઈએફએલ ફાયનાન્સ લિમિટેડમાં બે ગોલ્ડ લોન કુલ ૧૨,૫૩,૪૯૩ ની કરાવી ફરિયાદી અને બ્રાંચ મેનેજર અલ્પેશ પરમારે ગોલ્ડ લોન છોડાવવા ૫,૯૦,૦૦૦ ની રકમમાંથી ફરિયાદી તથા આઈઆઈએફએલ બ્રાન્ચના મેનેજર અલ્પેશભાઈએ ચાર લાખની રકમની રીકવરી કરેલ તેમજ બાકીની ૧,૯૦,૦૦૦ ની રકમ આરટીજીએસ ટ્રાન્સફર ન થતા આરોપીઓએ ફરિયાદી તથા બ્રાંચ મેનેજર અલ્પેશ પરમાર સાથે ગાળાગાળી કરી શાખા સળગાવી દેવાની ધમકી આપી તેમજ રોકડ પાંચ લાખ અને લોન સિવાયના નીકળતા રૂા.૬,૯૦,૦૦૦ ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની માણાવદર પોલીસમાં બન્ને શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ માણાવદરના સીસોદિયા ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here