માણાવદર ગ્રામ્ય પંથકમાં પાંચ અને ગોંડલમાં ચાર ઈંચ વરસાદ

0
7
Share
Share

રાજકોટ તા.૨૯
સૌરાષ્ટ્ર-કચ્છનાં કેટલાક વિસ્તારોમાં વરસાદના આગમનથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી જ્યારે ધરતી પુત્રોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ જીલ્લો, ગીરસોમનાથ, બોટાદ તથા ભાવનગર જીલ્લામાં વરસાદનુ આગમન થયુ હતુ. રાજકોટના ગોંડલમાં ૪ ઈંચ વરસાદ પડયો હતો જ્યારે કોટડાસાંગાણી ૧૮ મી.મી., જેતપુર ૧૪, લોધીકા ૧૬, કોટાડાસાંગાણીમાં ૫ મી.મી. અને રાજકોટ શહેરમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો હતો.જુનાગઢનાં માણાવદર ગ્રામ્ય પંથકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો હતો જ્યારે શહેરમાં ૨૮ મી.મી. કેશોદમાં ૧૯, વંથલીમાં ૧૮, ભેંસાણમાં ૮, જુનાગઢમાં ૭ અને મેંદરડામાં ૫ મી.મી. વરસાદ નોંધાયો હતો.ગીરસોમનાથનાં તલાળામાં ૧૬ અને ઉનામાં ૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. બોટાદના રાણપુરમાં ૨૨ અને બરવાળામાં ૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. ભાવનગરમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.
ગોંડલમાં ચાર ઈંચ વરસાદ
વીરપુર અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલમાં ધોધમાર દોઢ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાય જતા દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આજે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. જેથી ઉભા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ભાવનગરમાં એક મકાન પર વીજળી પડતા સ્લેબમાં ગાબડુ પડી ગયું હતું અને ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતાં.ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા લોકો ખુશ ખુશાલ થઇ ગયા હતા.
તેમજ પંથકમાં વાત કરીએ તો દેરડી, મોવિયા, વીંજીવડ, હડમતાળા ૠઈંઉઈ તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગાજવીજ તેમજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ધોધમાર વરસાદને લીધે ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી હતી.
માણાવદરનાં ગ્રામ્ય પંથકમાં પાંચ ઈંચ વરસાદ
માણાવદરના સૌથી લાંબો રસાલા ડેમ ૩ વાગ્યા સુધી કોરો ધાકોડ હતો ૪ વાગ્યે છલોછલ ચેક ડેમના ઘોડાપુર ઠલવાયા, વેળવામાં ૪।।, સણોસરા ૩.૫, ગળવાવ ૪.૫, જીલાણા બુરી ૩.૫ માણાવદર પંથકમાં બપોર બાદ આકાશમાં પ્રચંડ કડાકા-ભડાકા ગજર્ના બાદ શહેરમાં વરસાદ ચાલુ થયો હતો. જેને જોત-જોતામાં જીંબુડા ત્થા રોણકી ગામ બાજુ ૨ થી ૩ એમએમ એક કલાકમાં વરસાદી માહોલ ઝંઝાવાતી બનીને પ્રચંડ કડાકા-ભડાકા ગજર્નાએ સમગ્ર પંથકને ધ્રુજાવી દીધુ હતુ. જોત-જોતામાં રીતસર અનરાધાર વરસાદે સમગ્ર પંથક જાંબુડા-રોણકી બાજુના વિસ્તારને ધમરોળી નાખ્યુ ૧ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદ ચેકડેમો નદીઓ બેફામ પાણીથી છલકાયને જાંબુડા જવાનો રસ્તો બંધ કરી દીધો ત્યાંથી બધુ જ પાણી છલકાયને શહેરના સૌથી લાંબા વિસ્તાર એવા રસાલા ડેમ ૩ વાગ્યા સુધી કોરો ધાકોડ હતો પરંતુ ૪ વાગ્યા આસપાસ તો ઘોડાપુર આવીને ચેકડેમો સ્મશાન પાછળનો ચેકડેમ અતિભારે પ્રવાહથી વહીને રસાલા ડેમને ભરી દીધો હતો
લોકોએ અચાનક જ આવેલા ઘોડાપુરથી સફાળા જાગી ગયા હતા કેમ કે વરસાદના પ્રથમ વખતના ઘોડાપુર જોવાની આહલાદક વાતાવરણ ઠંડકમાં ગરમીમાં રાહત સાથે અનેરો નજારો હતો તો વેળવામાં ૪।। વરસાદના પાણી નદી-વોકળા બેફામ વહીને જીલાણાના પાદરમાં પહોચ્યા, સણોસરા ૩.૫, ગળવાવ ૪.૫ ઈંચ વરસાદથી ભાલલેવડા ગારી વહી હતી. જીલાણા બુરી ૩.૫ હતો શહેરમાં માત્ર ૨૮ એમએમ વરસાદ નોંઘ્યો છે ગ્રામ્યમાં ભારે વરસાદથી નાના-મોટા ચેક ડેમોમાં ભારે પાણી આવ્યા ખેતરો જળબંબકાર થઈ રહયા છે ખરા ટાણે વરસાદથી કાચુ સોનુ વરર્સ્યુ છે વીજ પુરવઠો ખોરવાયો હતો..

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here