માણાવદર : ગણા ગામે વિડીમાં પાથરેલા ૪૦૦ ફુટ કેબલ વાયરની ચોરી

0
18
Share
Share

જૂનાગઢ તા. ર૦

માણાવદરના ગણા ગામની ફોરેસ્‌ટ વિડીમાં પાથરેલા કેબલની કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે.

આ અંગેની માણાવદર પોલીસમાંથી મળતી વિગત મુજબ એક માસ અગાઉ માણાવદરના ગણા ગામે ફોરેસ્‌ટની વીડીમાં પાથરેલ કેબલ વાયર ૪૦૦ ફુટ રૂા.ર૦,૦૦૦નો કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ ગઇકાલે હીરાભાઇ કાથળભાઇ પરમાર (ઉ.વ.ર૦) રે. ગણા મુળ મોવાણા દરવાજાવાળાએ નોંધાવતા પીએસઆઇ વી.કે.ધોકડીયાએ તપાસ હાથ ધરી છે.

ગળેફાંસો ખાઇ લેતા મોત

માણાવદરના નાકરા ગામે રહેતા બાંટવા ખાતે ભીમનાથ ચોકમાં ઝેરોક્ષની દુકાન ચલાવતા મોનીકભાઇ કાન્તીભાઇ શીંગાળા (ઉ.વ.ર૦) નામના યુવાને ગત સાંજે સાડા પાંચના સુમારે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજયું હતું. બનાવની તપાસ બાંટવા પીએસઆઇ કે.કે.મારૂએ હાથ ધરી છે.

દુકાનમાં ચોરી

કેશોદમાં   બેસતા વર્ષના ૬ જગ્યાએ ચોરીના બનાવો બાદ ગઇકાલે વધુ એક ચોરી વિઘાના સામે આવી હતી.

કુંજ પેલેસ એપાટર્મેન્ટ બ્લોક નં.૧૦૩માં રહેતા અને વેપાર કરતા પટેલ મહેશભાઇ ડાયાભાઇ હદવાણી (ઉ.વ.૪ર)ની દુકાનનું શટર ઉંચુ કરી ટેબલના ખાનામાં રાખેલ રૂા.૧પ૦૦૦ની રોકડની કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એન.સી.ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here